ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણના જણાવ્યા અનુસાર ભાવનગરના રાજા તખ્ત સિંહજીના દીકરી રામબાના લગ્ન જ્યારે ભાવસિંહજી સાથે થયા. પોરબંદરનો 'દરિયા મહેલ' ભાવનગરના રાજાએ દાયજામાં બંધાવી આપ્યો હતો. રાજમાતા રામબાના દેહાંત બાદ નટવર સિંહજીએ માતાની યાદમાં 1909માં શિક્ષણના હેતું માટે સરકારને આ મહેલ ભેટમાં આપ્યો હતો. જ્યા રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
શિક્ષણને ઉત્તેજન આપનાર પોરબંદરના રાજમાતા રામબાની આજે પુણ્યતિથિ - Porbandar latest news
પોરબંદર: રાજવી પરિવાર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ઇતિહાસમાં કરવામાં આવેલી છે. જેને લઇને હજૂ પણ પોરબંદરના રાજવી પરિવારને યાદ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પોરબંદરના રાજમાતા રામબાની યાદમાં પોરબંદરના રાજવી નટવર સિંહજીએ 'દરિયા મહેલ' શિક્ષણના હેતું માટે સરકારને ભેટમાં આપ્યો હતો. જે આજે પણ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ તરીકે ઓળખાય છે.
![શિક્ષણને ઉત્તેજન આપનાર પોરબંદરના રાજમાતા રામબાની આજે પુણ્યતિથિ porbandar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5351612-thumbnail-3x2-por.jpg)
આજે આ મહેલ જર્જરિત હોવાથી આ કોલેજ મહેલ નજીક સ્થળાંતર કરાઈ છે. રાજમાતાએ બરડા ડુંગરમાં વસતા રબારી સમાજના બાળકો માટે શિક્ષણના હેતું માટે તે સમયે બે ઓરડા બંધાવ્યા હતા. આ ઉપરાંત પોરબંદર શહેરમાં રામબા સ્કૂલ પણ બાંધવામાં આવી હતી. જે આજે પણ કાર્યરત છે. આમ ધાર્મિક અને શિક્ષણને ઉત્તેજન આપનાર રાજમાતા રામબા જેવા સન્નારીઓ પોરબંદરને મળ્યાં તે ગૌરવની વાત છે. આજે રાજમાતા રામબાની પુણ્યતિથિ નિમિતે તેમને શત શત નમન.
પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત રાજમાતા રામબાના નામથી દરિયા મહેલમાં શૈક્ષણીક હેતુથી કોલેજની પરવાનગી મળતા કોલેજના પ્રથમ આચાર્યએ પોરબંદરથી દ્વારિકા સુધી પદયાત્રા કરી હતી. તેવું ચિત્રકાર કેશુભાઈએ જણાવ્યું હતું. તેમજ પુણ્યતિથી નિમિતે રાજમાતા રામબાને વંદન કર્યા હતા.