પોરબંદરના માધવપાર્કમાં રહેતા હેતલબેન સલેટે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના માતા-પિતા સાથે પોરબંદર રહે છે અને તેનો પતિ સંદીપ ફોફંડી અમદાવાદ નોકરી કરે છે. પોતે લો કોલેજમાં LLBનો અભ્યાસ કરે છે. તેના કૌટુંબિક ભાઇ શૈલેષ સલેટ સાથે રાણીબાગ એમ.જી.રોડ પર શ્રીજી પુરીશાક અને ગાંઠીયાની દુકાન ભાગીદારીમાં ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.
પોરબંદરમાં દુકાન ખાલી કરાવવા બાબતે 50 લોકોના ટોળાએ મહિલા પર કર્યો હુમલો
પોરબંદર: જિલ્લામાં દુકાન ખાલી કરવાના મનદુ:ખમાં દુકાન ચલાવતી મહિલા પર 50 લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદેસર મંડળી રચીને અન્ય મહિલા સહિત અમુક લોકોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હેતલબેન તથા તેમનો 5 વર્ષનો પુત્ર ધ્વનિલ ગાંઠીયાની દુકાન ચલાવે છે, જે તાલુકા પંચાયત હસ્તકની છે. ભાડા કરારથી કાનાભાઇ ઓડેદરા નામની ભાડા ચીઠ્ઠી આવે છે અને એ ભાડુ આ મહિલાના ભાગીદાર શૈલેષભાઇ ભરે છે. પરંતુ રવિવારે દુકાન ખાલી કરાવવા માટે લીલુબેન તથા રમાબેન સલેટ, કાનાભાઇ ઓડેદરા અને અન્ય લોકોનું ટોળું દુકાનમાં આવી પહોચ્યું હતું. સાથે જ ‘આ દુકાન ખાલી કરી આપો’ એવું કહેતા હેતલબેને ના પાડી હતી. આથી મારામારી કરતા 50 લોકોના ટોળાએ મારા માર્યાની ફરિયાદ હેતલબેને નોંધાવી છે.
હેતલબેન તથા શૈલેષભાઇએ કોર્ટમાં સિવિલ કેસથી રેગ્યુલર દીવાની મુકદમાનો કેસ કાનાભાઇ ઓડેદરા વગેરે સામે દાખલ કર્યો હતો, જે હજુ સુધી પેન્ડિંગ છે. તેમ છતાં દુકાન ખાલી કરાવવા અવાર-નવાર દબાણ કરતા હતા. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.