ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા યુવાનનો જુબેલી પુલ નીચેથી મળ્યો મૃતદેહ - Porbandar

પોરબંદરમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ જુબેલી પૂલ નીચે આવેલ ખાડીમાં આજે સવારે મળી આવતા પોલીસે તાત્કાલીક કાર્યવાહી ચાલુ કરી છે અને યુવાનની હત્યા થઈ છે કે યુવાને આત્મહત્યા કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મિલન ધનજી સોલંકી
મિલન ધનજી સોલંકી

By

Published : Jan 22, 2021, 2:20 PM IST

  • હત્યા કે આત્મહત્યા પોલીસ કરી રહી છે તપાસ
  • યુવાન ત્રણ દિવસ પહેલા થયો હતો ગુમ
  • સોશિયલ મીડિયામાં પણ યુવકના ગુમ થયાની તસ્વીર મુકી હતી


પોરબંદરમાંઃ ઝુંડાળા વિસ્તારમાં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો મિલન ધનજી સોલંકી નામનો યુવાન તારીખ 19 /01/ 2021ના રોજ ગુમ થઈ ગયો હતો. પરિવારજનો તેની શોધખોળ કરતા હતા. સોશિયલ મીડિયામાં પણ તેની તસ્વીર મુકવામાં આવી હતી, છતાં તેનો કોઇ પતો મળ્યો ન હતો.

જોકે, આજે તારીખ 21/1/ 2021 ના રોજ આ યુવાનો મૃતદેહ જુબેલી પુલ નીચે આવેલ ખાડીમાંથી મળી આવી હતી. આ અંગે લોકોએ પોલીસને જાણ કરી હતી અને પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પુલ પર મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. પોલીસ દ્વારા યુવાનનો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે આ યુવાને આત્મહત્યા કરી છે કે કોઈ એ યુવાનની હત્યા કરી છે .હાલ પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details