ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ખલાસીનો મૃતદેહ વાઘા બોર્ડર પહોંચશે - Porbandar News

પોરબંદરના એક નાવિકનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા 5/5/2019માં અપહરણ કરાયું હતું. જેનું બિમારીના કારણે મોત થતા તેમનો મૃતદેહ 4/5/2021ના રોજ વાઘા બોર્ડર પર લાવવામાં આવશે.

Porbandar news

By

Published : May 1, 2021, 10:43 PM IST

  • પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ખલાસીનો મૃતદેહ વાઘા બોર્ડર પહોંચશે
  • પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા 5/5/2019માં મૃતક ખાલસીનું થયું હતું અપહરણ
  • કોડીનારના રમેશભાઈનું 26 માર્ચ 2021ના રોજ થયું હતું મૃત્યુ
  • મોતના સવા મહિના બાદ મૃતદેહ વતનમાં આવશે

પોરબંદર : પાકિસ્તાનની જેલમાં સડી રહેલા પોરબંદરની ફિશિંગ બોટના એક ખલાસીનું સવા મહિના પહેલા ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેનો મૃતદેહ વતન મોકલી આપવા માટે પરિવારજનોએ માગ કરી હતી, પરંતુ તેના મોતના સવા મહિના પછી 04/05/2021ના રોજ વાઘા બોર્ડર પર તેમના મૃતદેહને સોંપવામાં આવશે.

આ પણ વાંચો : સાંસદ રામ મોકરિયાએ વડાપ્રધાનને માચ્છીમારોને પાકિસ્તાનથી છોડાવવા અપીલ કરી

પોરબંદરની સાધના નામની બોટમાં ખલાસી હતા મૃતક રમેશભાઈ

મૃતક રમેશભાઈ પોરબંદરની સાધના નામની ફીશીંગ બોટમાં ખલાસી તરીકે માછીમારી કરવા ગયા હતા, જ્યાં તારીખ 5/5/2019ના રોજ પાકિસ્તાની સિક્યુરિટીએ આ બોટનું અપહરણ કર્યું હતું. કોડીનાર નાનાવાડા ગામના રમેશભાઈ ટાલાભાઈ સોસાનું મોત પાકિસ્તાનની જેલમાં તારીખ 26 તારીખના રોજ થયું હતું. આ બનાવની જાણ થતાં પરિવારે તેમના મૃતદેહને વતનમાં મોકલવા પાકિસ્તાન સરકારને માગ કરી હતી, ત્યારે સવા મહિના બાદ હવે રમેશભાઈનો મૃતદેહ તારીખ 4/5/2021ના રોજ વાઘા બોર્ડર પર આવશે.

આ પણ વાંચો : પાકિસ્તાનની ફરી એક નાપાક હરકત IMBL નજીક 6 બોટ અને 35 માછીમારોનું કર્યું અપહરણ

4 મેના રોજ વાઘા બોર્ડર પર તેમનો મૃતદેહ પહોચશે

પોરબંદરના માછીમાર આગેવાનો જીવનભાઈ ચૂંદડીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રમેશભાઈની સજા નિયમ પ્રમાણે પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં સરકાર દ્વારા વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી હોવાથી લાંબા સમયથી ખોટી રીતે જેલમાં સડતા હતા. આથી સરકારે ગંભીરતા દાખવવાને બદલે તેને તોડવાની કાર્યવાહી કરી ન હતી. હવે તેના મૃતદેહને વહેલી તકે વતનમાં લાવવામાં આવે અને પરિવારજનોને સોંપવામાં આવે તેવી માગ પણ કરી હતી, જેથી હવે સવા મહિના પછી 4 મેના રોજ વાઘા બોર્ડર પર તેનો મૃતદેહ પહોચશે.

ABOUT THE AUTHOR

...view details