ગુજરાત

gujarat

પોરબંદરમાં 108ની ટીમે દ્વારા ઈમરજન્સીમાં મહિલાની સફળતા પૂર્વક ડીલીવરી કરાવી

By

Published : Aug 10, 2019, 6:27 AM IST

પોરબંદરઃ જિલ્લાના ધરમપુર પાટીયા પાસે રહેતા એક મહિલાને વહેલી સવારે પ્રસૂતીની પીડા ઉપડી હતી. જેથી તેના પરિવારે GVK EMRI 108 પર ફોન કરી સહાય માંગતા 108 ના ઇ.એમ.ટી વિશાલ ભાલોડીયા અને પાયલોટ દિવ્યેશ વાજા તત્કાલ ઘટના સ્થળે પહોચીને દર્દીની પ્રાથમિક સારવાર હાથ ધરી હતી. તેઓ દર્દીને હોસ્પીટલે લઇ જતા હતા એ દરમિયાન દર્દીની તબિયત લથડી હતી. જેથી GVK EMRI 108ના બન્ને કર્મચારીઓએ ચાલુ રસ્તામા જ 108માં સફળતા પૂર્વક મંજુબેન સોલંકીની ડીલીવરી કરાવી હતી. મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે.

ઈમરજન્સીમાં મહિલાની સફળતા પૂર્વક ડીલીવરી

ઈમરજન્સીનાં સમયે 108ની કામગીરીથી બધા નાગરિકો વાકેફ છે. અકસ્માત, ડીલીવરી, બિમારી વગેરે ઈમરજન્સીનાં સમયે 108 નંબર પર કોલ કર્યા બાદ ગણતરીની મીનીટોમા જ GVK EMRI 108ની વાન સ્થળ પહોંચી જાય છે. ધરમપુર પાટીયા પાસે રહેતા મંજુબેન સોલંકીને શુક્રવારે સવારે 7:15 કલાક આસપાસ અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી તેમના પરીવારજનોએ 108 નંબર પર ફોન કરતા ગણતરીની મીનીટમાં GVK EMRI 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાની ડોકટરી તપાસ કરી હતી.

તપાસમા મહિલાને લોહીના ટકા તથા ઓછો વજન તથા તબીયત નાજુક હતી. જેથી વિશાલ ભાલોડીયા અને દિવ્યેશ વાજાએ મહિલાને હોસ્પિટલ ખાતે લઇ જવા રવાના થયા પણ રસ્તામા મહિલાની તબિયત વધુ ખરાબ થઇ હતી. જેથી અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી 108 ની વાનને રસ્તા પર રોકી ડીલીવરી કરાવી હતી. મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. અત્યારે મહિલા અને તેની બાળકી બન્ને એમ.આર. લેડી હોસ્પિટલ ખાતે છે. મહિલા અને તેના પરીવારે 108ની ટીમ તથા સરકારનો આભાર વ્યક્ત હતો.

ABOUT THE AUTHOR

...view details