પોરબંદર: શહેરમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસ સંક્રમિત માટે ખાસ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ મુખ્ય તબીબી અધિકારી જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ અંગે જાગૃતિ માટે ઠેર-ઠેર લોકોને સમજાવવામાં આવી રહ્યાં છે.
પોરબંદરમાં કોરોનાથી બચાવ માટે તંત્ર એલર્ટ, આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઈ - Porbandar Civil Hospital
ભારતભરમાં કોરોના વાઇરસની તકેદારીના પગલે સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં અને જિલ્લાઓમાં તમામ સ્થળોએ કોરોના અંગેની જાણકારી અને જાગૃતિ આપવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસ ચેપગ્રસ્તો માટે ખાસ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા અને પુરુષ એમ બે વિભાગમાં 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આઇસોલેશન વોર્ડમાં તાત્કાલીક સુવિધા મળે તે માટે વિશેષ સ્ટાફ રાખવામાં આવ્યો છે.
પોરબંદર
આ ઉપરાંત ઉધરસ, શરદી તથા સામાન્ય તાવ જેવી બીમારી હોય તો કોરોના હોય તેવું નથી. પરંતુ તબીબને બતાવવું જરૂરી છે. તેમજ આવા દર્દીઓથી દૂર રહેવા પણ જણાવ્યું હતું.
કોરોના અંગે તબીબ દ્વારા જણાવવામાં આવે તે પ્રમાણે અનુસરવું. તે ઉપરાંત હાથ ધોવા અને વધુ પ્રમાણમાં લોકો એકઠા થતા હોય ત્યાં જવાનું ટાળવું. તેમણે વધુમાં જણાવ્યું કે, સાવધાની રાખવાથી કોરોનાથી બચી શકાય છે.
Last Updated : Mar 19, 2020, 3:59 PM IST