પોરબંદર: પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન (Swimming Competition In Porbandar) કરાયું છે, જેમાં આજે પ્રથમ દિવસે 330 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ તરન કૌશલ્ય દાખવ્યું હતું, જોકે સુરતથી આવેલો એક યુવાન સ્પર્ધકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સ્પર્ધાથી અલગ રાખવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં અનેક રાજ્યોમાંથી ભાગ લેવા તરવૈયાઓ આવે છે
દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં અનેક રાજ્યોમાંથી ભાગ લેવા તરવૈયાઓ આવે છે પરંતુ કોરોનાના કારણે આ પ્રકારની સ્પર્ધામાં વિક્ષેપ આવ્યો હતો ત્યારે આજ રોજ નેવીના કોમડોર નીતિન બિસ્નોય દ્વારા 2 કિમીની તરણ સ્પર્ધા ફ્લેગ ઓફ આપી શરૂ કરવામાં આવી હતી, જ્યારે 10 કિમી નોર્મલ અને 5 કિમી પેરા સ્વિમિંગ સ્પર્ધાને કલેકટર અશોક શર્માએ ફ્લેગઓફ આપી શરૂ કરી હતી.
સ્પર્ધકોની સુરક્ષા માટે સતત મોનીટરીંગ કરવામાં આવ્યું
સ્પર્ધકોની સુરક્ષા માટે 15 ક્યાકિંગ બોટ દ્વારા ઓબ્સરવિંગ અને નેવી અને કોસ્ટગાર્ડના જવાનોની લાઈફ ગાર્ડ બોટ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આવતી કાલે 9 જાન્યુઆરીના રોજ સવારે 6.30 કલાકે 1 કિમી અને 5 કિમીની ઉંમર વાઇઝ ગૃપ પ્રમાણે ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા યોજાશે.