ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમા આજથી બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ - Sri Ram Swimming Club

પોરબંદરના દરિયામાં તરણ સ્પર્ધાનું મોટું આયોજન (swimming competition in Porbandar) કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના અનેક સ્વિમર્સે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જુદા જુદા એમ કુલ 11 રાજ્યમાંથી તસવૈયાઓ પોરબંદર આવ્યા (Sri Ram Swimming Club) હતા. સુરક્ષા વ્યવસ્થા સાથે આ તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ ક્રમે આવનારા તરવૈયાઓને ઈનામ પણ અપાયા હતા.

પોરબંદરમા આજથી બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ
પોરબંદરમા આજથી બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ

By

Published : Jan 8, 2023, 4:44 PM IST

Updated : Jan 8, 2023, 7:25 PM IST

પોરબંદરમા આજથી બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ

પોરબંદરઃપોરબંદરમાં બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધાનો (swimming competition in Porbandar) પ્રારંભ થયો હતો. સમુદ્ર સાથે બાથ ભીડવા 11 રાજયોના સહાસવીરો સજજ થઈને પોરબંદર આવી પહોંચ્યા હતા. 5 અને 10 કિમી તેમજ પેરાસ્વીમર માટે પાંચ કિમીની સ્પર્ધા યોજાઈ હતી. પોરબંદરમા શ્રીરામ સી સ્વીમીગ કલબ દ્વારા બે દિવસીય સમુદ્રી તરણ સ્પર્ધામાં (Sri Ram Swimming Club Porbandar) એક હજાર જેટલા સાહસીરો પોરબંદરના દરીયા સાથે બાથ ભીડવા માટે સજજ થયા હતા.

આ પણ વાંચોઃ તંત્રની લાલ આંખ: ફાયર સેફ્ટી ન ધરાવતી 200થી વધુ મિલકતો સીલ

નેવીના અધિકારીઓ હાજરઃ શનિવારે રાષ્ટ્રીયકક્ષાની સમુદ્રી તરણ સપર્ધાનો પ્રારંભ થયો હતો. નેવીના અધિકારી તેમજ મુખ્ય દાતાના હસ્તે ફલેગ આપી અને સ્પર્ધાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આજે પ્રથમ 10 કિમીની સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા 48 જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો. આ ઉપરાંત 5 કીમી ની સ્પર્ધા યોજાઈ હતી. 17 જેટલા દિવ્યાંગો એ પણ સમુદ્ર સાથે જંગ કર્યો હતો. દરેક સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શીત-લહેર ની અસર ઘટી હતી. જેના કારણે આયોજકો એ રાહત અનુભવી હતી.

ઉંમર પ્રમાણે કેટેગરીઃ પોરબંદર ખાતે યોજાયેલ આ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારત ભરમાંથી તરવૈયા સમુદ્ર તરણ સ્પર્ધામાં જોડાયા હતા. આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા 1. કિ.મી., 2.કિ.મી.. 5.કિ.મી. 10.કિ.મી.ની તેમજ વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ 6-14, 14-40, 40-60 અને 60 થી ઉપરની ઉંમરનાં ભાઇઓ તથા બહેનો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી.

સ્પર્ધકોને માઈક્રો ચિપ લગાવાઈઃSI(Swimming Federation of India) ના માર્ગદર્શનથી તેમજ FINA નાં નિયમો મુજબ યોજાય છે. તેમજ SFI માંથી ઓબર્ઝવર હાજર રહેશે તમામ સ્પર્ધકોને માઈક્રો ચિપ અને ચોક્કસ સમયનું માપન કરવામાં આવશે .તથા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. 1 કી.મી. વિવિધ કેટેગરી વાઇઝ ભાઇઓ-બહેનો તથા બાળકો મળીને કુલ - 506,
2 કી.મી. વિવિધ કેટેગરી વાઇઝ ભાઇઓ-બહેનો તથા બાળકો મળીને કુલ - 140, 5 કી.મી. વિવિધ કેટેગરી વાઇઝ ભાઇઓ-બહેનો તથા બાળકો મળીને કુલ - 121, 10 કી.મી. વિવિધ કેટેગરી વાઇઝ ભાઇઓ-બહેનો તથા બાળકો મળીને કુલ - 148, તથા 1 અને 5 કી.મી.માં દિવ્યાંગ -25 સ્પર્ધકોએ ભાગ લીધોછે.

આ પણ વાંચોઃ સુરીનામના રાષ્ટ્રપ્રમુખ સંતોખી દંપતિએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

સ્પર્ધકો સાથે સમુદ્રમાં રેસ્ક્યુ ની ટિમ તૈનાતઃઆ કોમ્પિટિશન ઓપન સી માં હોવાથી રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલીકા, એસ.એસ.બી., તેમજ પોરબંદર માચ્છીમારી સમાજનાં પીલાણા તથાજિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રીંગ બોયા,લાઇફ જાકીટ, પુરા પાડીને રેસ્ક્યુની કામગીરીમાં ખુબ સારો સહકાર મળી રહે છે. તેમજ 10 જેટલી કાયાક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે. તદુપરાંત મેડીકલ સહકાર માટે સીવીલ હોસ્પિટલ, પોરબંદર, આરોગ્ય વિભાગ, પોરબંદર તથા સમુદ્રમાં પણ 108ની સેવા કાર્યરત છે.

Last Updated : Jan 8, 2023, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details