ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર ચોપાટી ખાતે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર કાર્યક્રમ યોજાયો - Swachh Sagar surakshit sagar

દર વર્ષે સપ્ટેમ્બર માસના તૃતીય શનિવારે "આંતરરાષ્ટ્રીય કોસ્ટલ કલીનઅપ ડે" વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે. આ તકે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના 7500 કિમી લાંબા અને અદભૂત દરિયાકિનારાના ૭૫ બીચ તેમજ દરિયાકિનારો સ્વચ્છ રહે તથા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાઈ તે હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. Porbandar Swachh Sagar program

Porbandar coast guard
Porbandar coast guard

By

Published : Sep 18, 2022, 7:18 PM IST

પોરબંદર :આ તકે કોસ્ટગાર્ડનાં આઈ.જી એ.કે.હરબોલાએ જણાવ્યું કે, દેશ આઝાદીની ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે હાલમાં વૈશ્વિક ગતિવિધિઓ જોતા પર્યાવરણ અંગે જાગૃતિ (Porbandar Swachh Sagar program ) કેળવવી અત્યંત આવશ્યક છે. દેશની દરિયાઈ સુરક્ષાની મહામૂલી જવાબદારી ભારતીય તટરક્ષક દળની છે. તથા આપણી આવનારી પેઢી વ્યશનથી મુક્ત રહે અને આપણે સૌ પર્યાવરણને નુકશાની ના પહોંચાડ્યે તે માટે જાગૃતિ કેળવવા અપીલ કરી હતી.

દુનિયાને સ્વચ્છતા સંદેશો:આ તકે સીમા જન કલ્યાણ સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ ભાડેશિયા જણાવ્યું હતું કે, આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે તો આપણા સૌ વતી હું તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. વડાપ્રધાન દ્વારા દેશ અને દુનિયાને સ્વચ્છતા સંદેશો પૂરો પાડ્યો છે. આજે પૂજ્ય બાપુ જન્મભૂમિ ખાતે આપને બધા સંકલ્પ કર્યે કે આપણે પર્યાવરણને સુરક્ષિત રાખવું તથા સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવીશું.

પ્રદૂષણની માત્રા વધી રહી:આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા જણાવ્યું હતું કે, આજના આધુનિક સમયમાં દેશ અને દુનિયામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. ત્યારે વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અભિયાન (Swachh Sagar surakshit sagar ) અંગે ઝુંબેશ હાથ ધરીને દેશ અને દુનિયાને એક નવી દિશા આપી છે. અહિયા બેઠેલા દરેક વ્યક્તિ પોતાની રીતે નિશ્ચિત કરી લે તો સ્વચ્છતા અભિયાન એક જન અભિયાન બની રહેશે. તથા જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણને સુરક્ષિત અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે તેમ કહ્યું હતું.

સ્વચ્છ સાગર,સુરક્ષિત સાગર અભિયાન હેઠળ યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતાઓને મહાનુભાવોને હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે હાજર રહેલ તમામ લોકોએ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન જાગૃતિ અંગેની ફિલ્મ નિહાળી હતી તથા સ્વચ્છતા અંગે સંકલ્પ ગ્રહણ પણ કર્યા હતા. તથા પર્યાવરણ જાગૃતિ અંગેની ઇકો મિત્રમ એપ્લિકેશન પર ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા નાગરિકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું. મહાનુભાવોના દ્વારા લીલીઝંડી આપીને મેરેથોનની શરૂવાત કરાવવામાં આવી હતી. તથા બીચની સફાઈ પણ હાથ ધરવામાં આવી હતી. આ તકે કોસ્ટગાર્ડ એરક્રાફટ દ્વારા ફ્લાય પાસ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આઇ.એફ.એસ.સભ્યસચિવ મહેશસિંઘ દ્રારા તેમજ આભારવિધિ લોમેશ બ્રહ્મભટ્ટ દ્રારા કરવામાં આવી હતી. આ તકે સાંસદ રમેશભાઈ ધડુક, સ્વામિનારાયણ સંપ્રદાય ભાનુપ્રકાશ સ્વામી, આઈ.એફ.એસ સભ્ય સચિવ મહેશસિંઘ, (Porbandar coast guard) પોરબંદર કોસ્ટગાર્ડના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એસ.કે.વર્ગીસ, ગાંધીનગર કોસ્ટગાર્ડના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર પંકજ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા, અગ્રણી કિરીટભાઈ મોઢવાડીયા કોસ્ટગાર્ડનાં અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details