- હાર્બર મરીન પોલીસને સમુદ્રમાંથી બે શંકાસ્પદ કબુતરોની તપાસ શરુ કરી
- કબૂતરો મળી આવતાં જિલ્લા પોલીસ તંત્ર આવ્યું હરકતમાં
- પોરબંદરના દરિયામાં માછીમારી કરતા ફિશરમેનની બોટમાં બંને કબુતરો મળ્યાંં હતાં
પોરબંદર- પોરબંદરમાં માછીમારોને બે શંકાસ્પદ કબૂતરો મળી આવ્યાં (Suspicious pigeon captured in Porbandar) હતાં. મળી આવેલા કબૂતરોના પગમાં ચિપ્સ હોવાની આશંકા તથા કબૂતરોની પાંખમાં કોઈ લખાણ હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ આ કબુતરોને પોરબંદરના હારબર મરીન પોલીસ સ્ટેશનમાં કબુતરોને લઈ તપાસનો ધમધમાટ શરૂ (Harbor Marine Police) કર્યો છે. ફોરેસ્ટ, એફ.એસ.એલ, વાયરલેસ, બી.ડી.ડી.એસ વેટરનરી ડોક્ટરો જોઈન્ટ ઇન્ટરોગેશન કરશે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આ કબૂતરો ક્યાંથી આવ્યા છે. પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ છે.
શંકાસ્પદ કબુતરોની પાંખમાં લખાણ અને પગમાં ચીપ
પોરબંદરની સમુદ્ર સપાટી માછીમારોને મળી આવેલ બે કબૂતરોની (Suspicious pigeon captured in Porbandar) પાંખમાં લખાણ લખવામાં આવેલ છે આ ઉપરાંત બંને કબૂતરના પગમાં ચીપ (Text and chips in pigeon wings) પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના સમુદ્ર સપાટીથી નજીક પાકિસ્તાન સમુદ્ર કિનારાની સરહદ (Pakistan Marines) પણ આવેલી હોઇ આથી અનેક વાર માછીમારોના અપહરણ પણ થતા હોય છે. પાકિસ્તાની માછીમારો ઘૂસણખોરી પણ થતી હોય છે.