પોરબંદર: જિલ્લામાં 22 જૂનના રોજ કુલ 39 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકીના 14 સેમ્પલ જામનગર લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા અને 25 સેમ્પલ અહીંની હોસ્પિટલની લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.
પોરબંદર જિલ્લામાં કોરોનાનો શંકાસ્પદ કેસ કન્ફર્મેશન માટે જૂનાગઢ મેડિકલ કોલેજમાં મોકલાશે - Suspected corona Junagadh Medical College
પોરબંદર જિલ્લામાં એક કોરોનાનો શંકાસ્પદ કેસ જે કનફર્મેશન માટે જૂનાગઢ મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ શંકાસ્પદ કેસ 29 વર્ષીય મોકરના યુવાનનો રિપોર્ટ કરવામાં આવશે, જેની ટ્રાવેલ હિસ્ટરી દિલ્હીની છે.
જામનગર મોકલવામાં આવેલા તમામ 14 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને અહીંની લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવેલા 25 સેમ્પલમાંથી 24 નેગેટિવ આવ્યા છે અને એક 29 વર્ષના મોકરના યુવાનનો રિપોર્ટ જેની ટ્રાવેલ હિસ્ટરી દિલ્હીની છે, તે શંકાસ્પદ સેમ્પલને કનફર્મેશન માટે કાલે જૂનાગઢ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવશે ત્યારબાદ રિપોર્ટની યોગ્ય સ્થિતિ જાણવા મળશે.
પોરબંદર જિલ્લાને જામનગર મેડિકલ કોલેજની લેબૉરેટરી સાથે જોડાણ આપવામાં આવ્યુ હતું.જે આવતી કાલથી બદલીને જૂનાગઢ મેડિકલ કોલેજ કરવામાં આવ્યું છે. તેથી હવે પોરબંદરથી વધારાના સેમ્પલ તેમજ શંકાસ્પદ સેમ્પલ કનફર્મેશન માટે જૂનાગઢની મેડિકલ કોલેજમાં મોકલવામાં આવશે. તેમ અધિકારીઓએ જણાવ્યુ હતુ.