ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના સાંસદે પત્રકાર સાથે ગેરવર્તન કરતા પોરબંદર પત્રકાર સંગઠન દ્વારા કાર્યવાહીની માંગ

સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાએ થોડા સમય પહેલા એક પત્રકારને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે, પોરબંદર પત્રકાર એકતા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના સાંસદે પત્રકાર સાથે ગેરવર્તન કરતા પોરબંદર પત્રકાર સંગઠન દ્વારા કાર્યવાહીની માંગ
સુરેન્દ્રનગરના સાંસદે પત્રકાર સાથે ગેરવર્તન કરતા પોરબંદર પત્રકાર સંગઠન દ્વારા કાર્યવાહીની માંગ

By

Published : Jun 1, 2021, 10:43 PM IST

  • પત્રકાર સાથે અશોભનિય વર્તન કરનાર સાંસદ સામે કાર્યવાહી કરવા માંગ
  • પોરબંદરના પત્રકાર એકતા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
  • પત્રકારોએ સરકારી વિભાગના સમાચાર નહિ લેવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર: નગરપાલિકામાં 24 મેના રોજ યોજાયેલા પદ ગ્રહણ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ મુંજપરાએ એક પત્રકારને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે સાંસદ સામે કડક કાર્યવાહી કરવા પોરબંદર પત્રકાર એકતા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના સાંસદે પત્રકાર સાથે ગેરવર્તન કરતા પોરબંદર પત્રકાર સંગઠન દ્વારા કાર્યવાહીની માંગ

આ પણ વાંચો:પોરબંદરમાં ગૌશાળામાં અસુવિધાઓ મુદ્દે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ગૌ પ્રેમીઓએ નગરપાલિકાનો કર્યો ઘેરાવ

સાયલાના પત્રકારને સાંસદ દ્વારા મારી નાખવાની આપી હતી ધમકી

સુરેન્દ્રનગર નગરપાલિકામાં યોજાયેલા પદગ્રહણ સમારોહ બાદ પત્રકાર વિરેન ડાંગરે સાથે સાંસદ મહેન્દ્ર મુંજપરાએ સમાચાર બાબતે બોલાચાલી કરી હતી. આ સાથે, અપશબ્દો કહી પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી, સાંસદ મુંજપરા સામે પોલીસ ફરિયાદ નોંધવા અંગેની કાર્યવાહી કરવામાં આવે તેવી પોરબંદર પત્રકાર એકતા સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી. આગામી 7 દિવસમાં જો કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે તો પોરબંદર જિલ્લાના પત્રકારો દ્વારા સરકારી વિભાગોના સમાચારોનું બહિષ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો:પોરબંદર જુરીબાગમાં થયેલ મહિલાના મર્ડરનો ભેદ ઉકેલાયો

ABOUT THE AUTHOR

...view details