પોરબંદરઃ જિલ્લામાં મેમણ વાડા અને વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને રોડ અને ગટરોનું કામ ન થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ બાબતે ગુરુવારે લોકોએ નગરપાલિકા કચેરી જઇ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.
પોરબંદરના સ્થાનિકોએ રસ્તા અને ગટર બાબતે પાલિકાને કરી રજૂઆત
પોરબંદરના મેમણ વાડા અને વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને રોડ અને ગટરોનું કામ ન થતા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ બાબતે ગુરુવારે લોકોએ નગરપાલિકા કચેરી જઇ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.
મેમણવાડા અને વીરડી પ્લોટ વિસ્તારમાં રસ્તા, ગટર, સફાઈ સહિતની સમસ્યાનું નિવારણ ન થતા ગુરુવારે સ્થાનિક રહેવાસીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું. જેમાં લોકો એ જણાવ્યું હતું કે, રસ્તાઓ ન બનાવવામાં આવતા વાહનો ચલાવવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે જેથી અકસ્માત નો પણ ભય રહે છે. જ્યારે ગટરો સાફ ન થતા ગંદકીને કારણે બીમારી પણ ફેલાય છે જેના કારણે અનેક લોકો માંદગીના બિછાને પડે છે. ત્યારે આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્રને માત્ર આશ્વાસન આપવામાં આવે છે તેમજ કોઈ નક્કર પગલાં ભરી તાત્કાલીક કાર્ય કરવામાં આવતું નથી.
આ વિસ્તારના લોકો તંત્રના આ વલણના કારણે અનેક મુશ્કેલીમાં મૂકાઇ છે ત્યારે તેમણે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માગ કરી છે.