ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા અરેરાટી - news updates of porbandar

પોરબંદર: જિલ્લાની નવોદય વિદ્યાલયમાં શનિવારની રાત્રે ગર્લ્સ હોસ્ટેલના 3 રૂમ નંબરમાં માધુપુરની એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે અત્યાર સુધી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી ન હોવાથી પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા અરેરાટી

By

Published : Sep 29, 2019, 6:53 PM IST

પોરબંદરની નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલના જણાવ્યાં અનુસાર અહીંની ગર્લ્સ હોસ્ટેલમા માધવપુર ગામે રહેતી 16 વર્ષની માનસી પરસોત્તમભાઈ માવદીયા નામની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તમામ ઘટના બની ત્યારે તે રૂમમાં ૧૧ જેટલી અન્ય વિદ્યાર્થીઓ પણ સુતી હતી. પરંતુ, તેઓને આ અંગે કોઈ જાણ ન હતી. હાલ માનસી માવદીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.

ઘટનાસ્થળ ઉપરથી સ્યુસાઇડ નોટ પોલીસને હજુ સુધી મળી નથી. આથી પરીક્ષાના ટેન્શનના કારણે સ્યુસાઇડ કર્યુ હોવાનું પ્રાથમિક કારણ મનાઇ રહ્યું છે. પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતની જાણ થશે. પોરબંદર પોલીસે આ બાબતે આગની વધુ તપાસ હાથ ધરી છે. માનસી માવદીયા છેલ્લા છ વર્ષથી નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી હતી અને તેના પિતા પરશોત્તમભાઈ માધવપુરમાં મજુરી કામ કરી રહ્યા છે, ત્યારે માનસીના મૃત્યુથી પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details