યોગ શિક્ષક ભાવિશાબેન લાખાણીના માર્ગદર્શન હેઠળ મોકર પ્રાથમિક શાળાના 10 વિદ્યાર્થી અન્ડર-14માં યોગાસનમાં જિલ્લા કક્ષાએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરીને રૂપિયા 40 હજારનાં પુરસ્કારો મેળવ્યા હતા.
મોકર પ્રાથમિક શાળાનાં 17 વિધાર્થીઓએ ખેલમહાકુંભમાં મેળવ્યા રૂપિયા 80 હજારનાં પુરસ્કાર - porbandar news
પોરબંદર : જિલ્લાની મોકર પ્રાથમિક શાળાનાં 17 વિધાર્થીઓએ ખેલમહાકુંભમાં યોગાસનમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રૂપિયા 80 હજારનાં રોકડ પુરસ્કાર મેળવીને શાળા, પરિવાર તેમજ ગામનુ નામ રોશન કર્યુ છે.
મોકર પ્રાથમિક શાળાનાં ૧૭ વિધાર્થીઓએ ખેલમહાકુંભમાં મેળવ્યા રૂપિયા ૮૦ હજારનાં પુરસ્કાર
અન્ડર 17 માં ૩ વિધાર્થીઓએ રૂપિયા 14 હજારનાં ઇનામો જીત્યા હતા તથા હાઇસ્કુલનાં 4 વિધાર્થીઓએ રૂપિયા 26 હજારનાં પુરસ્કારો જીતી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાના 17 રમતવીરોએ પોતાનું કૌશલ્ય સાબિત કરીને રૂપિયા 80,000 ઈનામનાં પુરસ્કાર મેળવ્યા હતા.