આધુનિક યુગમાં ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓને ભણતરનો ભાર સતાવે છે અને ઘણીવાર તણાવ રહે છે. આમ વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે પણ તણાવ અનુભવતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ ઓછા માકર્સ આવવાના ડરે આત્મહત્યાનું ગંભીર પગલું ભરી લેતા હોય છે, આથી વિદ્યાર્થીઓમાં તણાવનું પ્રમાણ ઓછું થાય અને તણાવ મુક્ત રહે તે માટે પોરબંદરમાં નવોદય વિદ્યાલય ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ ,તણાવ મુક્તિ વિષય પર સેમિનાર યોજાયો હતો.
પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલયમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો
પોરબંદરઃ શહેરની જવાહર નવોદય વિદ્યાલયમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત શ્રી સહજાનંદ સ્વામી ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને નોન કોમ્યુકેબલ ડીસીઝ સેલના સયુંકત ઉપક્રમે સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નવોદય વિદ્યાલયના વિધાર્થીઓ ઉપસ્થિત રહી સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે જાણકારી મેળવી હતી.
પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલયમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો
નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ અરવિંદભાઈ રાજ્યગુરુ તથા રિઝવાન આડતીય ફાઉન્ડેશનના પીયૂસભાઈ ઝાલાએ વિદ્યાર્થીઓને તણાવ દૂર કરવા અંગેની માહિતી પ્રોજેકટર મારફતે આપી હતી. કાર્યક્રમમાં નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પ્રિન્સીપાલ આર.એલ.કુમાવત અને શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંસ્થાના વિવેકભટ્ટ અને નવોદય વિદ્યાલયના સ્ટાફ દ્વારા સુચારુ સંચાલન કરાયું હતું.