- મારૂ ગામ કોરોના મુક્ત ગામની દિશામાં સમગ્ર રાજ્યમાં કાર્ય ચાલી રહ્યું
- કોરોના સંક્રમિત દર્દી વહેલા આઇસોલેટ થાય અને જરૂર સારવાર મળે તે માટે માર્ગદર્શન
- પોરબંદર વિસ્તારમાં અત્યારની પરિસ્થિતિમાં તંત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન
પોરબંદર :મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મારૂ ગામ કોરોના મુક્ત ગામની દિશામાં સમગ્ર રાજ્યમાં ગ્રામપંચાયતથી માંડીને સ્વરાજ્ય સંસ્થાઓના હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યતંત્ર જિલ્લાતંત્ર સાથે સંકલન સાધી સેવાકીય કામગીરી કરે છે. તે અંગે આપેલા માર્ગદર્શન મુજબ હવે પોરબંદર જિલ્લામાં પણ તંત્રને જનપ્રતિનિધિના સહકારથી આરોગ્ય સેવાઓ અને વધારાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત થઇ રહી છે.
સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ કોરોનાની મહામારીમાં સેવાકીય પ્રવૃત્તિ માટે આગળ આવ્યા
જિલ્લાતંત્રને સૌનો સહકાર મળી રહ્યો છે. પંચાયતના પ્રતિનિધિઓ, ધારાસભ્યઓ, સંસદ સભ્ય તેમજ સરપંચો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ કોરોનાની મહામારીમાં સેવાકીય પ્રવૃત્તિ માટે આગળ આવ્યા છે. ધાર્મિક સંસ્થાઓ, સંતો, મહંતો પણ આરોગ્ય સેવા માટે આગળ આવ્યા છે. પ્રભારી પ્રધાન જવાહર ચાવડાએ પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દી વહેલાસર આઇસોલેટ થાય અને જરૂર મૂજબની તેમને સારવાર મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું છે. ધારાસભ્ય બાબુ બોખીરિયા પણ પોરબંદર વિસ્તારમાં અત્યારની પરિસ્થિતિમાં તંત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપી રહ્યા છે.
આ પણ વાંચો : પોરબંદર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રસ્થાન કરાવાયું
બે અઠવાડિયા દરમિયાન જિલ્લામાં પણ કોવિડ સેન્ટર અને બેડ વધારવામાં આવ્યા
જિલ્લા કલેક્ટર ડી. એન. મોદી દ્વારા જિલ્લામાં કોરોનાને લગતી સારવાર અંગેની તમામ વ્યવસ્થાઓનું આયોજન, ઓક્સિજન, દવા, બેડ વધારવાની કામગીરી પર પુરતી દેખરેખ રાખવામાં આવી રહી છે. તેઓના માર્ગદર્શન હેઠળ દર્દીઓ માટે સુવિધા પણ વધારવામાં આવી છે. છેલ્લા બે અઠવાડિયા દરમિયાન જિલ્લામાં પણ કોવિડ સેન્ટર અને બેડ વધારવામાં આવ્યા છે.