ગુજરાત

gujarat

ETV Bharat / state

ચકડોળને લઈ તંત્રએ લાદેલાં નિયમોથી જન્માષ્ટમીનો મેળો ફીક્કો પડ્યો

પોરબંદરઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન અવસર પર પોરબંદરના ચોપાટી મેદાનમાં નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીનો લોકમેળો યોજવામાં આવશે. આ વર્ષે લોકમેળામાં ચકડોળને લઈને નવા નિયમો લાગું કરવામાં આવ્યા છે. જેના કારણે વેપારીઓમાં  નારાજગી વર્તાઈ રહી છે.

ચકડોળને લઈ તંત્રએ લાદેલાં નિયમોથી જન્માષ્ટમીનો મેળો ફીક્કો પડ્યો

By

Published : Aug 17, 2019, 9:47 AM IST

અમદાવાદમાં કાંકરિયામાં ચકડોળ તૂટવાની ઘટના બાદ રાજ્ય સરકારે ચકડોળને લઈ કડક નિયમો લાગુ પાડ્યા છે. જેમાંના કેટલાંક નિયમોનું પાલન ચકડોળ માલિક કરતાં ન હોવાથી નગરપાલિકા દ્વારા જમીન ફાળવવામાં આવતી નથી. જેની સીધી ચકડોળથી થતી આવક પર જોવા મળશે. સામાન્ય રીતે લોકમેળામાંથી આશરે 50 લાખ જેટલી આવક થાય છે. પરંતુ વર્ષે મેળામાં ચકડોળ માલિકોમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.કારણ કે, તંત્રએ નવા નિયમોને લાગું કર્યા છે જેનાથી તેઓ આર્થિક નુકસાનો ભોગ બની શકે છે. આથી ચકડોળ માલિકોએ તંત્રનો વિરોધ કરવાનો નિર્ણય લીઘો છે.

ચકડોળને લઈ તંત્રએ લાદેલાં નિયમોથી જન્માષ્ટમીનો મેળો ફીક્કો પડ્યો

આ અંગે ચકડોળના માલિકોએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, અમને મેળામાંથી કોઈ ખાસ કમાણી થતી નથી. ઉપરથી સરકાર નવા નવા નિયમો લાગુ કરીને અમારા પર આર્થિક દબાણ લાદી રહ્યાં છે." આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, " સામાન્ય વર્ગના લોકો લોકમેળોમાં આવે છે. જેના કારણે મેળામાં કેટલાંક લોકો રોજીરોટી પણ મેળવે છે. એટલે સાવચેતીના પગલે કોઈપણ જાતની બાંધછોડ કર્યા વગર વહીવટીતંત્ર દ્વારા જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details