ગુજરાત

gujarat

પોરબંદર સહિત 5 જિલ્લાના 56 ગામડાઓમાં રમત-ગમતના મેદાન વિકસાવવામાં આવશે

By

Published : Sep 24, 2020, 10:54 AM IST

પોરબંદર સહિત 5 જિલ્લાના 56 ગામડાઓમાં રમત-ગમત મેદાન વિકસાવવામાં આવશે. જેને લઇને ગ્રામ્ય રમત-ગમત વિકાસ યોજના અંતર્ગત પોરબંદર સરદાર પટેલ રમત-ગમત સંકુલ ઝોન-7 ખાતે મીટિંગ યોજાઇ હતી.

પોરબંદર સહિત 5 જિલ્લાના 56 ગામડાઓમાં રમત-ગમત મેદાન વિકસાવવામાં આવશે
પોરબંદર સહિત 5 જિલ્લાના 56 ગામડાઓમાં રમત-ગમત મેદાન વિકસાવવામાં આવશે

  • પોરબંદર સહિત 5 જિલ્લાના 56 ગામડાઓમાં રમત-ગમતના મેદાન વિકસાવવામાં આવશે
  • ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજના અંતર્ગત પોરબંદરમાં ઝોન 7 ની મિટિંગ યોજાઈ
  • ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માધ્યમથી મેદાનને વિકસાવવામાં આવશે

પોરબંદર: સરદાર પટેલ રમત ગમત સંકુલ, ગ્રામ્ય રમત-ગમત વિકાસ યોજના અંતર્ગત ઝોન-7 ખાતે મીટિંગ યોજાઇ હતી. જેમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ સહિત કોર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા અને આ જિલ્લાના 28 તાલુકાના 56 ગામડાઓમાં ગ્રામ્ય કક્ષાના મેદાનો વિકાસ કરવા મીટિંગમાં જણાવ્યું હતું.

પોરબંદર સહિત 5 જિલ્લાના 56 ગામડાઓમાં રમત-ગમત મેદાન વિકસાવવામાં આવશે
પોરબંદર જિલ્લાના રાણાવાવ કુતિયાણા તથા જૂનાગઢ જિલ્લાના વંથલી, કેશોદ, મેંદરડા, માંગરોળ, માળીયાહાટીના, વિસાવદર અને ભેંસાણ તથા જામનગરના જામનગર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, જામજોધપુર આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તથા ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર તાલાલા અને ઉના સુત્રાપાડા ગીર ગઢડા આમ કુલ 28 તાલુકાના 56 ગામોમા સિનિયર કોચ ગ્રામ્ય કક્ષાના મેદાનો વિકસાવવા માટેની યોજનું આયોજન કરાવમાં આવશે.

આ યોજના અંતર્ગત નિયુક્ત કોચ દ્વારા જે ગામડાઓની પસંદગી થઇ હતી, તે ગામડાઓમાં ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માધ્યમથી વિકસાવવામાં આવશે. તેમ કોઓર્ડિનેટર ચંદ્રેશભાઇ હેરમાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details