પોરબંદર: પોરબંદરમાં મહાલક્ષ્મીજીનું 195 વર્ષ જૂનું મંદિર આવેલું છે, અહીં ધનતેરસથી લાભ પાંચમ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ધનતેરસના દિવસે 108 દંપતીએ સવારે મહાલક્ષ્મીજીની મહાપૂજા કરી હતી, તેમજ ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરાવી હતી અને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતુ. આ પર્વ પ્રસંગે 108 દંપત્તિએ પૂજા પાઠ કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ધન તેરસના દિવસે સવારથી મહાલક્ષ્મીજી મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી મંદિર ટ્રસ્ટ તરફથી ચલણી નોટનો શણગાર કરવામાં આવ્યો હતો જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
Diwali 2023: પોરબંદરમાં આવેલું પૌરાણિક મહાલક્ષ્મીજીનું મંદિર, દર વર્ષે અહીં ભક્તો દ્વારા કરવામાં આવે છે મહાપૂજા - પોરબંદર ન્યૂઝ
હિન્દૂ ધર્મમાં દરેક તહેવારો ધર્મ સાથે જોડાયેલા હોય છે. વાઘ બારસથી દીપોત્સવી પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે પોરબંદરમાં પણ તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ધનતેરસના દિવસે શહેરના પૌરાણિક મહાલક્ષ્મીજીના મંદિરે 108 દંપતીએ પૂજા અર્ચના કરી હતી. પોરબંદરમાં આવેલું મહાલક્ષ્મીજીનું આ મંદિર 195 વર્ષ જૂનું છે.
![Diwali 2023: પોરબંદરમાં આવેલું પૌરાણિક મહાલક્ષ્મીજીનું મંદિર, દર વર્ષે અહીં ભક્તો દ્વારા કરવામાં આવે છે મહાપૂજા મહાલક્ષ્મીજીના મંદિરે 108 દંપતીએ કરી પૂજા અર્ચના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-11-2023/1200-675-19998038-thumbnail-16x9-jpg.jpg)
Published : Nov 11, 2023, 7:18 AM IST
મહાલક્ષ્મીનો પ્રાગટ્ય દિવસ: મહાલક્ષ્મીજીની મહાપૂજા કરાવનાર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં 14 રત્નો સાથે મહાલક્ષ્મીજી ધનતેરસના દિવસે પ્રાગટ્ય દિવસ છે. આ દિવસે પૂજા કરવાથી દુઃખોનો નાશ થાય છે તેમજ વ્યક્તિ ઘન, મોક્ષ અને વૈભવને પામે છે. ઉપરાંત સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીના બે સ્વરૂપ છે એક લક્ષ્મીજી ગરુડ પર બિરાજીને વૈકુંઠમાં ગયા હતા અને બીજા ઘુવડ પર બિરાજી પીપળામાં બેસેલા છે. લક્ષ્મીજીની પૂજા અનેક રીતે થાય છે. આજે આ મહામંગલ ભગવાન ધનવંતરીનો પણ પ્રાગટ્ય થયો હતો જે સર્વ લોકોને આરોગ્ય પ્રદાન કરી રહ્યા છે. ત્યારે મહાપૂજામાં બેઠેલા 108 દંપત્તિઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને ધન્યતા અનુભવી હતી.
દર્શનનો મહિમા: મહત્વપૂર્ણ છે કે, પોરબંદરમાં દર વર્ષે મહાલક્ષ્મીજીના મંદિરે ધનતેરસના દિવસે વિશેષ મહાપુજા યોજાય છે. આ ઉપરાંત દિવાળીના પવિત્ર તહેવારોના દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ માતાજીના દર્શનાર્થે આવે છે .પૌરાણિક મહાલક્ષ્મી માતાજીના મંદિરે આવતા અનેક ભક્તો આરતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.