ગુજરાત

gujarat

ETV Bharat / state

અયોધ્યા રામ મંદીરના નિર્માણ કાર્ય માટે પોરબંદરના વિશ્રામ દ્વારિકાએ મોકલાવી માટી

પોરબંદર જિલ્લાના વિશ્રામ દ્વારિકાથી અયોધ્યા રામ મંદીરના નિર્માણ કાર્ય માટે માટી મોકલવામાં આવી હતી. આ માટીનું વિધિવત પૂજન શીંગડા ગોપાલજી મંદિરના મહંત શ્રી રામ આચાર્યજીના શિષ્ય સર્વેશ્વર મહારાજના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.

porbandar
અયોધ્યા રામ મંદીર

By

Published : Jun 29, 2020, 2:27 PM IST

પોરબંદર : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ચાલુ થયું છે. ત્યારે મંદિરના પાયામાં ભારતના જુદા-જુદા તીર્થસ્થાનોની માટી મોકલવામાં આવે છે. એ અયોધ્યા રામ મંદીરના નિર્માણ કાર્યમાં પોરબંદર જિલ્લાના વિશ્રામ દ્વારિકાથી પણ માટી મોકલવામાં આવી હતી. ત્યારે પોરબંદર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શેષ મઠ શીંગડા કે, જેનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે. એવું કહેવાય છે કે, શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે અહીં શૃંગી ઋષિ તપ કરતા ત્યાં આ જગ્યાએ વિશ્રામ કરેલો જેથી આ શીંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે.

અયોધ્યા રામ મંદીરના નિર્માણ કાર્ય માટે પોરબંદર જિલ્લાના વિશ્રામ દ્વારિકાથી માટી મોકલાઈ
  • વિશ્રામ દ્વારિકાથી અયોધ્યા રામ મંદીરના નિર્માણ કાર્ય માટે માટી મોકલવામાં આવી
  • આ મંદિર ગોપાલજીના મંદિર તરીકે પ્રખ્યાત
  • જાનકી બાગ તેમજ ગૌશાળાની માટી વિધિવત પૂજન કરી મોકલાઇ

અહીં રામાનંદ સંપ્રદાયની જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્થાપિત આચાર્ય પીઠ છે, વિશાળ મંદિર છે. જેમાં માધવરાય અને કલ્યાણરાયજીની ઉભી મૂર્તિઓ છે. આ મંદિર ગોપાલજીના મંદિર તરીકે પ્રખ્યાત છે. અહીં મોટી ગૌશાળા છે અને મંદિરના નિભાવ માટે બે બગીચા છે. જેનું નામ રામબાગ અને જાનકી બાગ છે. તો પોરબંદર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ભીમભાઈ ભુતીયા, રમેશભાઈ ભુતીયા, રમણીકભાઈ કુબાવત વગેરે એ અહીંના જાનકી બાગ તેમજ ગૌશાળાની માટી એક બરણીમાં ભરી અને આ માટીનું વિધિવત પૂજન શીંગડા ગોપાલજી મંદિરના મહંત શ્રી રામ આચાર્યજીના શિષ્ય સર્વેશ્વર મહારાજના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે શીંગડા ગામના ગ્રામજનો તેમજ સત્સંગ મહિલા મંડળ હાજર રહ્યા હતા. ત્યારબાદ બગવદરમાં આવેલા પ્રખ્યાત સૂર્ય રન્નાદે મંદિરની પવિત્ર માટીથી મંદિરના પૂજારી મહેશભાઈ દ્વારા વિધિવત પૂજન કરવામાં આવેલ હતું. આ તકે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ ભીમભાઈ ભુતીયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રધાન રાજુભાઈ સોની તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પોરબંદર જિલ્લાના કાર્યકરો ધવલભાઇ જોશી, નીરજભાઈ જોશી, રમેશભાઈ ભુતીયા વગેરેએ હાજર રહી અને આ શીંગડા ગામના ગોપાલજી મંદિરના જાનકી બાગની માટી તેમજ બગવદર સૂર્ય રનાદે મંદિરની માટી અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મોકલવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details