‘વાયુ’નો પ્રકોપઃ પોરબંદરના દરિયામાં 35 બોટ તણાઈ - vayu cyclone
પોરબંદર: જિલ્લામાં વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ અપાયો છે. વાવાઝોડુ ઓમાન તરફ ફંટાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે પોરબંદરના અસ્માવતી ઘાટ પર 35 થી 40 જેટલી નાની બોટ દરિયામાં ગરક થઇ ગઇ હોવાનું માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું.
પોરબંદરના દરિયામાં 35 નાની બોટ તણાઈ
વાયુ વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે. ત્યારે અસ્માવતી ઘાટ પર બોટનો ખરડો જોઈ શકાય છે. દ્રશ્યમાન નાની બોટ 35 થી 40 છે. જે દરિયામાં ગરક થઇ ગયા હોવાનું ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ વાલજીભાઈ ખુદાએ જણાવ્યું હતુ. જ્યારે એક બોટની કિંમત સાત લાખ છે અને અંદાજે કેટલું નુકસાન થયું છે તે આગામી બે દિવસ બાદ જ ખ્યાલ આવશે.