પોરબંદર: દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતી નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન, નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનનું લોન્ચિંગ કરાયું હતું તેમજ રાણાકંડોરણા આંગણવાડી કેન્દ્રની બહેનોને યશોદા એવોર્ડ અર્પણ કરાયો હતો. આ ઉપરાંત રાષ્ટ્રિય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશીંગ કાર્યક્રમ પણ યોજાયો હતો.
પોરબંદરમાં ગાંધી જયંતી નિમિત્તે આંગણવાડીની બહેનોને યશોદા એવોર્ડ એનાયત થયા - news of porbandar
2જી ઓકટોબર ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન, નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનનું લોન્ચિંગ તથા આંગણવાડીની બહેનોને માતા યશોદા એવોર્ડ વિતરણ અને રાષ્ટ્રિય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદરનો જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમ પ્રભારી પ્રધાન જવાહરભાઇ ચાવડાની અધ્યક્ષતામાં તથા રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજસીભાઇ જોટવાની ઉપસ્થિતિમાં બીરલા હોલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છા પાઠવીને કહ્યું કે, ગાંધીજીએ આપણને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું છે. સહી પોષણ દેશ રોશન કાર્યક્રમ ચાલુ કરીને આંગણવાડીના બાળકોની સારસંભાળ લેનારી બહેનોને પ્રોત્સાહિત કરવા માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, કોરોના હોય કે ગમે તે સંજોગો, આંગણવાડીની બહેનો ફ્રન્ટલાઇન વોરીયર્સ હોય છે.