- પિતાએ દીકરી પાયલોટ બને તેવું સપનું જોયું હતું
- દીકરીએ પિતાનું સપનું સાકાર કર્યું
- ભવિષ્યમાં પોતાના એરોનૉટિક ક્ષેત્રમાં પોતાની કંપની પણ સ્થાપશે
પોરબંદર: એક સમય હતો, જયારે પોરબંદરમાં રહેતા એક સામાન્ય પરિવારના નાથાભાઈ ભુરાભાઇ ઓડેદરા કે જેઓ પોરબંદરના એરપોર્ટ (AirPort)પાસે ઢોર ચરાવતા હતા અને તે સમયે પ્લેન હવામાં ઉડતા જોઇ એક સપનું જોયું હતું, કે તેના બાળકો આ પ્લેન ઉડાડશે. નાથાભાઈએ અનેક મુશ્કેલી વેઠી સંઘર્ષ કરી પોતાની દીકરીને ભણાવી અને પાઇલટ(Pilot) બનાવવા માટે પણ ખર્ચો કર્યો અને આજે નિશા ઓડેદરા કેનેડામાં પાયલોટ(Pilot) છે અને અભ્યાસ પૂર્ણ કરી ભવિષ્યમાં તેઓ એરોનોટિકલ ક્ષેત્રે પોતાની કંપની સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
એરપોર્ટ પાસે ઢોર ચરાવતા પિતાની પુત્રી બની પાયલોટ આ પણ વાંચો- સુરત રિટાયર પોસ્ટ માસ્ટરનો પુત્ર બન્યો આર્મી લેફ્ટનન્ટ ઓફિસર
જીવનમાં સિદ્ધી મેળવવા માટે જરૂરી છે પાવર ઓફ એટ્રેક્શન
તમે કોઈ વસ્તુ કે સિદ્ધિ મેળવવા માટે સતત તેનું રટણ કરતા રહો અને તેના વિશે વિચારતા રહો, તો તમને એ વસ્તુ કે સિદ્ધિ મેળવવા માટે બ્રહ્માંડમાં રહેલી તમામ શક્તિઓ પણ પ્રયત્નશીલ બને છે અને એક દિવસ જરૂર તમે તે મેળવીને જ રહો છો. એક ફિલ્મનો ડાયલોગ છે "કિસી કો અગર દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસકો તુમસે મિલાને કે લિયે કોસીસ મેં લગ જાતિ હે " આમ જીવનમાં જે સિદ્ધિ મેળવવી હોય તો તેની પાછળ પડવું જરૂરી છે પાવર ઓફ એટ્રેક્શન છે.
એરપોર્ટ પાસે ઢોર ચરાવતા પિતાની પુત્રી બની પાયલોટ બસમાંથી એરપોર્ટ પાસે પસાર થતા ત્યારે બારીમાંથી ઉડતું પ્લેન જોતાને બધા ખુશ થતા : નિશા
નિશાએ જણાવ્યું હતું કે, હું પોરબંદરની સ્કૂલમાં ભણતી, ત્યારે સ્કૂલેથી ઘર તરફ આવતા ત્યારે બસ એરપોર્ટ પાસેથી પસાર થતી અને બધા બાળકો બસની બારીમાંથી પ્લેન- હેલીકૉપટર ઉડતા જોઈને ખુશ થતા હતા. આ વાત હું ઘરે જઈને મારા પપ્પાને કહેતી અને પપ્પા કહેતા દીકરી તને પાયલોટ(Pilot) બનાવવાનું મારુ સપનું છે.
નિશા કેનેડામાં ઉદ્યોગ સાહસિક પણ છે
નાનપણથી આ વાત નિશાના મનમાં પણ ઘર કરી ગઈ અને 11- 12 રાજકોટ ભણવા ગઈ અને ત્યારબાદ બેચલર એન્જીનિયરિગ ઈન એરોસ્પેસ 2009થી 2014 સુધી ભારતમાં જ કર્યુ અને માસ્ટર સ્ટડી યુકેની કિંગ્સ્ટન યુનિવર્સીટીમાં પુરી કરી. ભારતમાં 2017થી 2019 દરમિયાન નોકરી કરી, ત્યાર બાદ 2019માં કેનેડા આવી અને સોફ્ટવેર કંપનીમાં કામ કરી રહી છે અને વીકલી 10 કલાક ફ્લાય પણ કરે છે અને કેનેડામાં ઉદ્યોગ સાહસિક પણ છે. ભવિષ્યમાં પોતાના એરોનૉટિક ક્ષેત્રમાં પોતાની કંપની પણ સ્થાપશે.
એરપોર્ટ પાસે ઢોર ચરાવતા પિતાની પુત્રી બની પાયલોટ આ પણ વાંચો-Karnataka: મગફળી વેચનાર કન્નડિગા યુવાન બન્યો બ્રિટીશ સૈનિક
બાળકોને સારું એજ્યુકેશન આપો
પાયલોટ (Pilot) પુત્રીના પિતા નાથા ભાઈએ જણાવ્યું હતુ કે, સમય અને પરિસ્થિતિ કોઈની સરખી હોતી નથી. મેં ઢોર ચાર્યા છે અને રીક્ષા પણ ચલાવી છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારના બે છેડા ભેગા કરવા અનેક મહેનત કરી છે. આજે કન્ટ્રક્શનનો બિઝનેસ છે અને સેવા કર્યોથી અનેક લોકોની મદદ પણ કરી રહ્યો છું. બાળકોને સારું એજ્યુકેશન આપો તો એક દિવસ જરુર સફળતા પ્રાપ્ત કરશે. દીકરીને સંદેશ આપતા જણાવ્યું હતું કે, ગમે ત્યાં જાય લોકોનું સાંભળજે અને લોકોની કાળજી લેજે. હાલ નાથાભાઈ ઓડેદરા પોરબંદર જીલ્લા કોંગ્રેસના પ્રમુખ છે.