પોરબંદરઃ ઇશ્વરીયા ગામે ઘેડ ખેલોત્સવ 2020 યોજાયો - Porbandar news
પોરબંદરઃ ઘેડ વિસ્તારના ગામડાઓમાં દેશી રમતોને પ્રોત્સાહન આપવા માટે ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા ઘેડ ખેલોત્સવ 2020 યોજાયો હતો. જે અંતર્ગત પુરસ્કાર વિતરણ સમારોહ ઇશ્વરીયા ગામે યોજાયો હતો.
![પોરબંદરઃ ઇશ્વરીયા ગામે ઘેડ ખેલોત્સવ 2020 યોજાયો etv](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5741804-thumbnail-3x2-orbander.jpg)
પોરબંદરઃ ઇશ્વરીયા ગામે ઘેડ ખલોત્સવ 2020 યોજાયો
કુસ્તી ,યોગાસન, 100થી 1600 કીમી દોડ ઉપરાંત ખોખો, વોલીબોલ, રસા ખેંચ અને કબડી સ્પર્ધામાં 700 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત યુવાનોને વ્યસન મુક્તિનો સંદેશો પાઠવ્યો હતો અને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કીટ વિતરણ પણ કરવામાં આવી હતી. આ સાથે વિજેતા રમતવીરને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
Last Updated : Jan 17, 2020, 5:41 PM IST