ગુજરાત

gujarat

By

Published : Jul 13, 2020, 10:11 PM IST

ETV Bharat / state

પોરબંદરના છાંયા અને શીતલા ચોક વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાયા

પોરબંદર તાલુકાના છાંયા અને શીતલા ચોક વિસ્તારમાં કોરોનાનો કેસ આવતા તેને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાયા હતા. આ અંગે મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ હતું.

પોરબંદરના છાંયા અને શીતલા ચોક વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાયા
પોરબંદરના છાંયા અને શીતલા ચોક વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાયા

પોરબંદર: છાંયા અને શીતલા ચોક વિસ્તારમાં નોવેલ કોરોના વાઇરસના વધુ પોઝિટિવ કેસ આવતા કોરોના વાઇરસનાં ઝડપી સંક્રમણને અટકાવવાના અનેક પગલાં લેવામાં આવ્યા છે.

લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1993ની કલમ-144, ધ ડીઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ-2005ની કલમ-30 તથા કલમ-34 અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની કલમ-2 અન્વયે પોરબંદરના છાંયા અને શીતલા ચોક વિસ્તારમાં 13 જુલાઇથી 9 ઓગષ્ટ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

પોરબંદર તાલુકાના છાંયા વિસ્તારના નિધી પાર્ક-૩ વિસ્તાર ઉત્તરે “રસિક લાધારામ મોઢા”ના ઘરથી દક્ષિણે “ખાલી પ્લોટ” સુધી તથા સામે “લાભુ સવદાસ ઓડેદરા”ના બાજુના બંધ ઘરથી ઉત્તરે “ધીરજ હરીલાલ જોષી”ના બાજુના બંધ ઘર સુધીની ગલી અને દુકાનો સહિતના વિસ્તારને 13 જુલાઇથી 9 ઓગષ્ટ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યક્તિઓની અવર-જવર, આ હુકમ સરકારી ફરજ પરના અધિકારી કર્મચારીઓને લાગુ પડશે નહી, કન્ટેઇમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ 7 કલાક થી 19 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

ABOUT THE AUTHOR

...view details