- પોરબંદર-રાજકોટ વચ્ચે લોકલ ટ્રેન શરૂ કરાવવાનાં પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે
- પોરબંદર અને રાણાવાવ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઈમાં વધારો કરાયો
- પશ્વિમ રેલવેના ભાવનગર મંડલના અન્ય સ્ટેશનો પરની સુવિધાઓનું લોકાર્પણ કરાયું
પોરબંદર રેલવે સ્ટેશન પર મુસાફરો માટેની અનેક સુવિધાઓનું લોકાર્પણ કરાયું
પોરબંદર: બુધવારે રોજ પોરબંદર રેલ્વે સ્ટેશન પર અને રેલવેનાં ભાવનગર મંડલનાં અન્ય રેલવે સ્ટેશનોનાં અનેક વિકાસ કાર્યોનું પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખીરિયાનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું.
પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખીરિયા દિવ્યાંગો માટેની સુવિધાઓ પર ભારણ અપાયું
પોરબંદરનાં રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ સહિત રાણાવાવ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 1ની લંબાઈ અને ઊંચાઈમાં વધારો કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. આ સાથે દિવ્યાંગો માટે શૌચાલય સુવિધા તથા ઉપલેટા અને ધોરાજી સ્ટેશન પર નવા બનેલા પ્લેટફોર્મ નંબર-2 નવાગઢ અને વીરપુર સ્ટેશન પર પ્રતિક્ષા ખંડ ની સુવિધાઓ તથા નવાગઢ કેશોદ, શાહપુર, ગોંડલ, પાનેલી, મોટી વીરપુર અને રીબડા રેલવે સ્ટેશન પર દિવ્યાંગજનો માટે શૌચાલયની સુવિધાનું લોકાર્પણ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાનાં હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક પ્રતીક ગોસ્વામી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, રાજકોટ-પોરબંદર વચ્ચે રેલવે સુવિધા ફરી શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.