- પોરબંદર જિલ્લા,તાલુકા અને કુતીયાણા તાલુકા પંચાયતમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી
- રાણાવાવ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે 2 દાવેદાર વચ્ચે ચૂંટણી યોજાઈ
- ભાજપ આગેવાનો અને કાર્યકર્તા ઓએ અભિનંદન પાઠવ્યા
પોરબંદરઃ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મંજુ વનરાજભાઈ કારાવદરા તથા ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારી અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે રમેશભાઇ ઓડેદરા પટેલની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. આ ઉપરાંત પોરબંદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પ્રતાપ કેશવાલા અને ઉપપ્રમુખ તરીકે બાલસ કેશુભાઈ અને કારોબારી અધ્યક્ષ તરીકે કેશુ ઓડેદરાની વરણી કરાઈ હતી, જ્યારે કુતિયાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વિજયા ખૂટી અને ઉપપ્રમુખ તરીકે ભુરી વાસણ અને કારોબારી અધ્યક્ષ તરીકે અજય ઓડેદરાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ચૂંટાયેલા તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચોઃ કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારો માટે ભાજપે નામ જાહેર કર્યા