ગુજરાત

gujarat

By

Published : Apr 6, 2021, 10:20 PM IST

ETV Bharat / state

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેનની વરણી

પોરબંદરમાં છાયા સંયુક્ત નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ 12 જેટલી કમિટીના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી.

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેનની વરણી
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેનની વરણી

  • પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ મળી
  • મીટિંગમાં વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી
  • કમિટીમાં સ્થાન ન અપાતા અનેક સદસ્યો થયા નારાજ

પોરબંદરઃ છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પાલિકાના સભાખંડમાં મળી હતી. પાલિકાના પ્રમુખ કાર્યકારી અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં કુલ 12 જેટલી કમિટીના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. પરંતુ વર્ષોથી કામ કરતાં સદસ્યોને કમિટીમાં સ્થાન આપવામાં નહીં આવતા તેઓ અકળાઈ ઉઠયા હતા અને પ્રમુખ સામે અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃવિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં નવા ચેરમેનની વરણી કરાઈ

કમિટીમાં વરણી કરાયેલા નવા ચેરમેનની યાદી

પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિવિધ કમિટીની રચના કરાઈ હતી. જેમાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે કેસુભાઇ બોખીરિયા ,વોટર વર્ક્સ કમિટીના ચેરમેન તરીકે હાર્દિક લાખણી , એક્ઝિક્યુટિવ અને ગુમાસતા ધારાના ચેરમેન તરીકે શૈલેષ જોશી ,બાંધકામ કમિટીમાં મનીષ શિયાળ અને સેનિટેશન કમિટીમાં કૃપાબેન કારીયા , હાઉસ ટેક્સમાં સરોજબેન કક્ડ અને બસ ગેરેજ કમિટીમાં ભીમાભાઈ કેશવાલા ,બાયલોઝ કમિટીમાં સરજુ કારીયા ,વોટર વર્ક્સ એડકાઈઝરી કમિટીમાં ગાંગા ભાઈ ઓડેદરા ,ભૂગર્ભ ગટર ડ્રેનેજ કાર્યવન્તિ કરવા એડવાઇઝરી કમિટીના ચેરમેન તરીકે લિરીબેન કરાવદરા અને સ્ટ્રીટ લાઈટ કમિટીમાં નિલેશ જોશી તથા એજ્યુકેશન સમિતિમાં ચેતના બેન જોશીની વરણી કરાઈ હતી.

આ પણ વાંચોઃધાનેરા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી

ABOUT THE AUTHOR

...view details