ગુજરાત

gujarat

ETV Bharat / state

જુઓ કઈ રીતે થાય છે પક્ષીઓની ગણતરી ! - પક્ષીઓની ગણતરી

પોરબંદરઃ દુનિયામાં કેટલા માણસો રહે છે તેની વસ્તી ગણતરી થતી થતી હોય છે. પરંતુ પક્ષીઓની ગણતરી કઈ રીતે કરવી અને કઈ રીતે થાય છે તે ખૂબ જ અઘરું છે. એશિયન વોટર બર્ડ સેન્સસ તથા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં એશિયામાં વોટર બર્ડ કેટલા છે તેની ગણતરી કરવામા આવી હતી. મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમાં વિવિધ પક્ષીઓના ડેટા અપડેટ કરવામાં આવે છે અને પછી પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે.

etv
જુઓ કઈ રીતે થાય છે પક્ષીઓની ગણતરી !

By

Published : Jan 16, 2020, 5:51 PM IST

પોરબંદરમાં મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી દ્વારા પાણીના પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 6 વર્ષથીઆ ગણતરી કરવામાં આવે છે. દર વર્ષે પોરબંદર આસપાસના જડપલાવીત વિસ્તારોમા કમિટીના સભ્યો જઈને દૂરબીન દ્વારા અલગ-અલગ પક્ષીઓનો blocks બનાવે છે અને એક બ્લોકમાં કેટલા પક્ષીઓ છે, તેને લઈને બ્લોક સાથે સરખાવી અને તેની ગણતરી ઇ-બર્ડ નામની એપ્લિકેશનમાં નોંધ કરે છે.

જુઓ કઈ રીતે થાય છે પક્ષીઓની ગણતરી !

દર વર્ષે અહીં આવતા પક્ષીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જો લોકોમાં પક્ષીઓની સુરક્ષા અંગે જાગૃતિ આવે તો, હજુ પણ વધુ યાયાવર પક્ષીઓ અને વિદેશી પક્ષીઓમાં વધારો આવે તેવી સંભાવના ધવલ વરાગીયાએ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details