પોરબંદરના ચૌટા ગામમાં બાળ પોષણ અભિયાનમાં પ્રભારી સચિવે આપ્યુ માર્ગદર્શન - પ્રભારી સચિવ એમ.જે.ઠક્કર
રાજ્યમાં એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે સ્વસ્થ સમાજના નિર્માણ અર્થે રાજ્ય સરકારે ગુજરાત પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. પોરબંદર જિલ્લામાં શરૂ થયેલા આ અભિયાનમાં સતત બીજા દિવસે ઉપસ્થિત રહેલા પ્રભારી સચિવ એમ.જે.ઠક્કરે પોરબંદર જિલ્લાનાં વિવિધ ગામોનાં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઇને ચૌટા ગામમાં પોષણ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કહ્યુ કે, પોરબંદર જિલ્લાની તમામ 489 આંગણવાડી કેન્દ્રોમાં માત્ર 214 બાળકો અલ્પપોષિત છે. આ તમામ કુપોષિત બાળકોને એક વર્ષની અંદર પોષિત કરીને પોરબંદર જિલ્લાને સ્વસ્થ અને તંદુરસ્ત જિલ્લો બનાવવો છે.
પોરબંદરનાો ચૌટા ગામમાં બાળ પોષણ અભિયાનમાં પ્રભારી સચિવે આપ્યુ માર્ગદર્શન
પ્રભારી સચિવએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે શારીરિક રીતે નબળા આ બાળને તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમાં જો ગામલોકોનો પણ સહકાર મળી રહે તો આપણે લક્ષિત કરેલા સમય કરતા પણ વહેલાસર આ બાળકોને સ્વસ્થ બનાવી શકીશું. પ્રભારી સચિવ એ વધુમાં કહ્યું કે આ એક સામાજિક સેવા અને સામાજિક દાયિત્વનુ પણ કામ છે .