પોરબંદરઃ દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેથી જિલ્લા તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ લોકહિતને ધ્યાનમાં રાખીને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ નગરજનોને જાગૃત કરવા માટે વિવિધ યોજના લાગું કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોનાની મહામારી વકરી રહી છે, ત્યારે જિલ્લા સ્તરે વાઈરસને નિયંત્રિત કરવાના પગલાં લેવામાં આવી રહ્યાં છે. પોરબંદર જનસેવા કેન્દ્રને જિલ્લા તંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.