ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં સાંદીપની ગૌરવ એવોર્ડ 2018 અર્પણ સમારોહ યોજાયો

પોરબંદરઃ સાંદીપની આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમીના પાવન અવસરે સાંદીપની ગૌરવ એવોર્ડ 2018 અર્પણ સમારોહ યોજાયો હતો. વર્ષ 1996થી શરૂ થયેલા એવોર્ડ વિવિધ ક્ષેત્રે સેવાકીય કાર્ય કરતા મહાનુભાવોને આપવામાં આવે છે.

sandipani

By

Published : Feb 11, 2019, 11:35 AM IST

આ પ્રસંગે 2018નો સાંદીપની ગૌરવ પૂરસ્કૃત દેવર્ષિ એવોર્ડ 2018 જયપુર સ્થિત બ્રહ્મલીન પૂ. નારાયણદાસ મહારાજને મરણોત્તર પુરસ્કાર એનાયત કર્યો હતો. પૂ. નારાયણદાસ મહારાજવતી વરિષ્ઠ વન અધિકારી હાજરા સાહેબને આ એવોર્ડ રમેશભાઈ ઓઝાના હસ્તે અર્પણ કરાયો હતો. તેઓએ રાજસ્થાનના જયપુરના ત્રિવેણી ધામ અને ડાકોર ખાતેથી સમાજની શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે અભૂતપૂર્વ સેવાઓ ચાલી રહી છે.

જુઓ વીડિયો

આ ઉપરાંત સાંદીપની બ્રહ્મર્ષિ એવોર્ડ 2018, 1930માં જન્મેલા પૂ. ડો. સત્ય વ્રત શાસ્ત્રીને અર્પણ કરાયો હતો. જેઓએ સંસ્કૃત સાહિત્ય અને ભાષાના વિકાસમાં કરેલા પ્રદાન માટે આપવામાં આવ્યો હતો. પોતાની સંશોધન પ્રતીભાના બળે એમને મુસ્લિમ અને ખ્રિસ્તી વિદ્વાનોનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન અંગે સંસોધન પત્ર પ્રસિદ્ધ કર્યા છે. સાંદીપની રાજર્ષિ એવોર્ડ 2018 અમેરિકામાં રહેતા ભારતીય ડો.કિરણ પટેલ અર્પણ કરાયો હતો. જેઓએ ભારત અને અમેરિકા દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકો અને સંસ્થાઓની સહાય કરી છે.

સાંદિપની ગૌરવ એવોર્ડ પૂરસ્કૃત મહર્ષિ એવૉર્ડ 2018 હિંમતનગરની સંસ્થા કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટના ડો. સુરેશભાઈ હરિલાલ સોનીને અર્પણ કરાયો હતો. જેમના વતી તેમના ધર્મપત્નિ ઈન્દિરાબેન સોનીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. તેઓએ હિંમતનગરમાં અપંગોમાં અપંગ, અસ્પૃસ્યોમાં અસ્પૃસ્ય અને લોહીના સગાઓથી તિરસ્કૃત થતા રહેતા અત્યંત દયનિય પરિસ્થિતિમાં જીવતા અનેક લોકોને પોતાના ગણી માનવતાનો સેવા યજ્ઞ ચલાવી રહેતા છે.

આ પ્રસંગે રમેશભાઈ ઓઝા, અનૂભવાનંદજી, સ્વામી ભાનુપ્રકાશજી, મનોરથી વિજયભાઈ ગોહિલ, ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, લેખક ભાગેયશ ઝા, બજરંગ ભાઈ તાપડીયા, ભૂતપૂર્વ આઇપીએસ મનીંદરસિંહ બીટા, રીઝવાન આડતીયા, અતુલભાઈ પંડયા, દુર્લભજીભાઈ ગોયાણી, વિરમભાઈ ગોઢાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details