રબારી સમાજના આંદોલનમાં સરકારને સદ્બુદ્ધિ માટે યજ્ઞ યોજાયો - પોરબંદર તાજા ન્યુઝ
પોરબંદર: રબારી સમાજના ચાલી રહેલા આંદોલનમાં સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે યજ્ઞ યોજાયો હતો. જેમાં રબારી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામા યુવાનો મહિલા સહિતના લોકો જોડાયા હતા અને LRD પરીક્ષામાં થયેલ અન્યાય બાબતે ન્યાય મેળવવા અને માલધારી સમાજનો દાખલો સરકારી નોકરી માટે માન્ય રાખવા અપીલ કરી હતી.

રબારી સમાજના ચાલી રહેલા આંદોલનમાં સરકારને સદબુધ્ધિ મળે તે માટે સદબુદ્ધિ યજ્ઞ યોજાયો
પોરબંદરમાં કલેકટર કચેરી સામે છેલ્લા 6 દિવસથી રબારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા રબારી સમાજના યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી.
રબારી સમાજના આંદોલનમાં સરકારને સદ્બુદ્ધિ માટે યજ્ઞ યોજયો