ગુજરાત

gujarat

ETV Bharat / state

સારેગામાપા સિરીઝમાં પોરબંદરના બાળકે સિલ્વર મેડલ મેળવ્યો

પોરબંદરના બાળકે સારેગામાપા સિરીઝમાં (Sa Re Ga Ma Pa Series Silver Medal) સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા ખુશીની લહેર છવાઈ છે. બાળકને મુંબઈથી કોલ આવતા તેઓ (Porbandar Singer Sa Re Ga Ma Pa) એ કેટલાક ગીત રેકોર્ડ કરીને મોકલ્યા હતા. જ્યારે તેઓ સિલેક્ટ થઈ જતા હાલ લોકો અભિનંદનનો ધોધ વરસાવી રહ્યા છે. (Porbandar child Singer)

સારેગામાપા સિરીઝમાં પોરબંદરના બાળકે સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા ખુશીને લહેર
સારેગામાપા સિરીઝમાં પોરબંદરના બાળકે સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા ખુશીને લહેર

By

Published : Oct 1, 2022, 11:21 AM IST

પોરબંદર દરેક બાળકો કંઈકને કંઈક અલગ ટેલેન્ટ છુપાયેલું હોય છે, ત્યારે પોરબંદરના (Sa Re Ga Ma Pa Series Silver Medal) એક બાળકમાં ગાયન ક્ષેત્રે અનોખું ટેલેન્ટ સામે આવ્યું છે. જેને લઈને તે બાળકે સારેગામાપા સિરીઝમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂક્યો છે. સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર અમન સાગઠીયાએ પોરબંદરમાં યોજાતી સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈને પ્રથમ સ્થાને રહ્યા છે, ત્યારે સારેગામાપામાં સિલ્વર મેડમ પ્રાપ્ત થતા (Porbandar Singer Sa Re Ga Ma Pa) પોરબંદરના લોકો તેમજ મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે.

સારેગામાપા સિરીઝમાં પોરબંદરના બાળકે સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા ખુશીને લહેર

મુંબઈથી બાળકને કોલ આવ્યો અમન સાગઠીયાએ નાનપણથી જ ગાવાનું શરૂ કર્યું હતું અને છેલ્લા 11 વર્ષથી ગાયન ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવી છે. પોરબંદરમાં યોજાતા અનેક સંગીત સમારોહમાં તેઓ પોતાનું ટેલેન્ટ રજૂ કરી ચૂક્યા છે, ત્યારે પોરબંદરમાં યોજાયેલ વોઇસ ઓફ પોરબંદરમાં પણ તેઓને પ્રથમ સ્થાન મળ્યું હતું. જેના વિડીયો અનેક મધ્યમાં પ્રસારિત થયા હોય અને સા રે ગા મા પા તરીકે ઓળખાતા (Singer in Porbandar) ગાયનના મેગા શોમાં ઓડિશન રાઉન્ડ ચાલતો હતો, ત્યારે મુંબઈથી તેઓને કોલ આવ્યો હતો.

ઓડિશનમાં પસંદગી કોલ લઈને સાત જેટલા સોંગ ગાયને મોકલવાના હતા. અમન તેમાંથી પાસ (Porbandar child Singer) થઈ ગયો હતો, ત્યારબાદ મુંબઈ તેના વાલી સાથે 27 સપ્ટેમ્બરના રોજ ઓડિશનમાં પહોંચી ગયો હતો. જેમાં સિલ્વર રાઉન્ડમાં ગુજરાતભરમાંથી માત્ર 30 લોકોની પસંદગી થવાની હોય છે. તેમાં અમનની પસંદગી કરવામાં આવી હતી અને આયોજકો દ્વારા તેઓને 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી, ત્યારબાદ સિલ્વર મેડલ માટે (Sa re ga ma pa audition) ઓડિશન યોજાયું હતું જેમાં પણ તેઓ સિલેક્ટ થઈ ગયા હતા.

સા રે ગા મા પામાં સિલ્વર મેડલ આ રાઉન્ડમાં શંકર મહાદેવ તેમજ અનુમલિક અને નિધિ મોહન દ્વારા તેઓ પાસે એક ગીત ગવડાવવામાં આવ્યું હતું. જેમાં અમન સાગઠીયાએ ઢોલી તારો ઢોલ વાગે સોંગ રજૂ કર્યું હતું અને તેમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયું હતું, પરંતુ આગળની 15 સિંગરના સિલેક્શનમાં તેઓ સિલેક્ટ થઈ શક્યા ન હતા. અમનને સારેગામાપા માં સિલ્વર મેડલ મળતા તેના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ખુશીની લહેર (Gujarat Children Saregamapa) છવાઈ હતી. (Saregamapa Series 2022)

ABOUT THE AUTHOR

...view details