ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકમાંગઃ પોરબંદરના 1999થી ચાલતા સરકારી પુસ્તકાલય અન્યત્ર ખસેડો - પોરબંદર ન્યૂઝ

પોરબંદરમાં 1999થી સરકારી જિલ્લા પુસ્તકાલય જ્યારથી બન્યું ત્યારથી એ જ સ્થિતિમાં આજે પણ છે. પરંતુ હવે વાચકોની સંખ્યામાં વધારો થાયો છે. આ સ્થળનો વ્યાપ વધારવામાં આવે અને પુસ્તકાલયના રૂમમાં પણ વધારો કરવામાં આવે અને અન્ય જગ્યા પર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સરકારી જિલ્લા પુસ્તકાલય
સરકારી જિલ્લા પુસ્તકાલય

By

Published : Feb 6, 2020, 3:19 PM IST

પોરબંદરઃ સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગાંધીજી પોતે વાંચનના શોખીન હતા અને પોતે લેખન પણ કરતા હતાં, ત્યારે 1999થી સરકારી જિલ્લા પુસ્તકાલય જ્યારથી બન્યું ત્યારથી એ જ સ્થિતિમાં આજે પણ છે, પરંતુ હવે વાચકોની સંખ્યામાં વધારો થાય છે અને મહિલાઓ માટે કે બાળકો માટે અલગ વ્યવસ્થા નથી.

આ ઉપરાંત બુક પસંદગી માટે અહીં કોમ્પ્યુટરનો ઉપયોગ પણ થતો નથી, તો શૌચાલયની પણ અસુવિધા છે. માત્ર નાના એવા રૂમમાં 10થી 15 વાંચકો બેસી શકે તેવી વર્ષોથી સુવિધા છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ઉપરાંત અન્ય લોકો પણ વાચકનો શોખ ધરાવે છે, ત્યારે સરકાર દ્વારા વાંચે ગુજરાત જેવા અભિયાનો શરૂ કરવામાં આવે છે, પરંતુ જો સ્થળનો વ્યાપ વધારવામાં આવે અને પુસ્તકાલયના રૂમમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

પોરબંદરમાં 1999થી ચાલતું સરકારી જિલ્લા પુસ્તકાલય અન્યત્ર ખસેડવા લોકમાંગ

જો કે, અહીંના પુસ્તકાલયમાં અધિકારીઓ હાજર જ નથી હોતા કારણ કે, તેઓને અન્ય જિલ્લાનું પણ સંચાલન સોપેલ હોવાથી અમુક દિવસો પૂરતા જ અહીં પુસ્તકાલય સંચાલક આવે છે, ત્યારે જો આ પુસ્તકાલય અન્યત્ર ખસેડવામાં આવે અને મોટી જગ્યામાં પુસ્તકાલય બને તો વિવિધ પુસ્તકોનો વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો પણ ઉપયોગ કરી વાંચન વિકસાવી શકે તેમ છે. આ બાબતે લોકોએ વહીવટી તંત્રની અપીલ કરી છે કે, પોરબંદરની જિલ્લા પુસ્તકાલય અન્યત્ર ખસેડવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details