ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં એકતા દિન નિમિતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો, અનેક લોકોએ લીધો ભાગ - પોરબંદર ન્યૂઝ

પોરબંદરઃ દેશભરમાં આજે અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની જન્મ જયંતી છે. જેને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત પોરબંદરમાં જિલ્લા કક્ષાનો રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચા જિલ્લા કલેકટર મોદી, પ્રાંત અધિકારી અને નગરપાલિકા ચીફ ઓફિસર હુદડ ઉપસ્થિત હાજર રહ્યા હતા.

એકતા દિન નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

By

Published : Oct 31, 2019, 12:26 PM IST

પોરબંદરમાં રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિતે પોરબંદર ચોપાટી પર આવેલા કનિકા મંદિર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સંસ્થાના સભ્યો, પોલીસ જવાનો, હોમગાર્ડના સભ્યો અને જવાનો શ્રી રામ સ્વીમીંગ ક્લબ NCCના યુવાનો સહિત અનેક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

એકતા દિન નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં કનિકા મંદિરથી રન ફોર યુનિટીની દોડ શરૂ કરવામાં આવી હતી. જેને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details