ગુજરાત

gujarat

ETV Bharat / state

આમિર ખાને વન્યપ્રાણી સંરક્ષણ ધારાનો ભંગ કર્યો, પોરબંદરના RTI એક્ટિવિસ્ટ દ્વારા હાઈકોર્ટમાં અરજી - એક્ટર આમિર ખાન વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી

તાજેતરમાં બોલિવુડ એક્ટર આમિર ખાને સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા. તેની સાથે 50 જેટલા વ્યક્તિઓ પણ હતા. ત્યારે અમીરખાનના રૂટ પર વનવિભાગ દ્વારા સિંહોને રાખવામાં આવતા તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથેની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અરજી પોરબંદરના RTI એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ કરી છે.

amir khan
amir khan

By

Published : Dec 30, 2020, 7:32 PM IST

  • આમિરખાને વન્યપ્રાણી સંરક્ષણ ધારાનો ભંગ કર્યો
  • પોરબંદરના RTI એક્ટિવિસ્ટ દ્વારા હાઈકોર્ટમાં અરજી
  • એક્ટર આમિર ખાન માટે તેના પસાર થવાના રૂટ પર સિંહોને ભેગા કરાયા
  • જવાબદાર વન અધિકારિઓ સામે પગલા લેવા માગ

પોરબંદરઃતાજેતરમાં બોલિવુડ એક્ટર આમિર ખાને સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા. તેની સાથે અન્ય 50 જેટલા વ્યક્તિઓ પણ હતા. ત્યારે આમીર ખાનના રૂટ પર વનવિભાગ દ્વારા સિંહોને રાખવામાં આવતા વનવિભાગના અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી પોરબંદરના RTI એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ કરી છે.

RTI એક્ટિવિસ્ટ દ્વારા હાઈકોર્ટમાં અરજી
RTI એક્ટિવિસ્ટ દ્વારા હાઈકોર્ટમાં અરજી
RTI એક્ટિવિસ્ટ દ્વારા હાઈકોર્ટમાં અરજી
  • સાસણમાં કોઈપણ સેલિબ્રિટી આવે ત્યારે સિંહોને હેરાન કરવામાં આવે છે

જૂનાગઢ જિલ્લાના સાસણ અભ્યારણમાં તારીખ 27 ડિસેમ્બરના રોજ જાણિતા ફિલ્મ એક્ટર આમીરખાન સાથે અન્ય 50 લોકો સવારથી બપોર સુધી જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં જઈ 4 કલાક સુધી સિંહ દર્શન કર્યા હતા. ટ્રેકર મારફત સિંહોને બંદીવાન બનાવાયા હતા. કારણ કે, અમીરખાન સિંહ દર્શન કરી શકે. આ માટે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા અન્વયે તેમના વિરુદ્ધ તથા તેમની સાથેના અધિકારીઓ વિરુદ્ધ સુઓમોટો જાહેરહીતને ધ્યાને લઈને ફરિયાદ દાખલ કરવા એક પર્યાવરણ પ્રેમી અને પોરબંદરના RTI એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ હાઇકોર્ટમાં માંગ કરી હતી. આ ઉપરાંત જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં જઇ વનવિભાગના અધિકારીઓએ પણ સાથે રહી સિંહ દર્શન કરાવ્યા હતા તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઇએ તેવી માગણી કરી હતી.

બૉલિવૂડ અભિનેતા આમિર ખાન ગીરની મુલાકાતે, સિંહ દર્શન કર્યા

બૉલિવૂડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાન પોતાના પરિવાર સાથે સાસણ-ગીરની મુલાકાતે આવ્યા છે, ત્યારે રવિવારની વહેલી સવારે છ કલાકે સિંહ દર્શન માટે નીકળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details