- મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાઓ થયા મંજૂર
- કુલ 6 કામ મંજૂર કરવામાં આવ્યા છે
- લોકોને રસ્તાના લીધે પડતી પરાવાર મુશ્કેલીનો હવે અંત આવશે
પોરબંદર: જિલ્લાના કુતિયાણા મતવિસ્તારમાં 6 નોન-પ્લાન રસ્તાઓ માટે રૂપિયા 9 કરોડ 95 લાખ જેવી માતબર રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જે અંતર્ગત કુતિયાણા મતવિસ્તારમાં પોરબંદર અને કુતિયાણા તાલુકાના 6 નવા રસ્તાઓ બનાવાની તૈયારી દર્શાવવામાં આવી છે. રહેવાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી સારા રસ્તા અંગેની માગ કરવામાં આવી હતી. જે મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. આ ખરાબ રસ્તાઓ સારા થવાથી લોકોની સમસ્યાનો અંત આવશે. ગત કેટલાય સમયથી આ 6 ગામોમાં રસ્તાને લઇને ઘણી તકલીફ ઉભી થતી હતી અને રહેવાસીઓ હેરાન થતા હતા તે જોઇને ધારાસભ્યએ નાયબ મુખ્યપ્રધાનને ભલામણ કરવાનું વિચાર્યુ હતું.
આ પણ વાંચો :જૂનાગઢ મહાનગર પાલિકાને રોડ-રસ્તા, પાણી મુદ્દે નગરજનોએ આવેદનપત્ર પાઠવ્યું