ગુજરાત

gujarat

ETV Bharat / state

રાણાવાવ-કુતિયાણામાં ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા રસ્તાઓના કામો મંજુર કરાયાં - Porbandar

પોરબંદરમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા 10 રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 7.40 કરોડના ખર્ચે રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

cx
cx

By

Published : Jan 8, 2021, 9:45 AM IST

  • રાણાવાવ-કુતિયાણામાં 10 રસ્તાઓના કામો મંજૂર
  • ધારાસભ્ય કાંધલ જાડેજાએ રસ્તાના કામોને આપી મંજૂર
  • કુતિયાણામાં રસ્તાઓને રીકાર્પેટ કરવામા આવશે

    પોરબંદરઃ પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત રહી સતત પ્રજાના કામો માટે દોડતા 84 કુતિયાણા રાણાવાવ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા રજુઆતોના પગલે રાજય સરકાર દ્વારા ગામડાઓમાં સાત વર્ષ કે તેથી વધુ સમયના બાકી હોય તેવા રસ્તાઓને રિકાર્પેટ ન થયેલા હોય તેવા રાજય હસ્તકના બે રસ્તાઓ તેમજ પંચાયત હસ્તકના આઠ રસ્તાઓના કામો માટે રૂપિયા 7.40 કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે.


    કુતિયાણામાં રસ્તાઓને રીકાર્પેટ કરવામા આવશે

    રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓને મરામત કરાવવા અથવા નવીનીકરણ માટે 50 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજુર કરવાની જાહેરાત રાજ્યકક્ષાએ થઈ છે. ત્યારે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ તેમના મત ક્ષેત્રના રાજય હસ્તકના બે અને પંચાયત હસ્તકના આઠ રસ્તાઓને રીકાર્પેટ કરવા માટે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલને પત્ર પાઠવી ભલામણ કરી હતી. ત્યારે સાત વર્ષથી વધુ સમયના રીકાર્પેટ કરવાના થતા રસ્તાઓમાં કુતિયાણા તાલુકાના મોડદર-કવલકા ધરસન (5.55 કીમી) રીસરફેસિંગ અને રોડ ફર્નિસિંગ કામગીરી માટે રપિયા 168.38 લાખ, જમરા એપ્રોચ (એમ.ડી.) (1.60 કીમી) રોડ માટે 46.85 લાખ મળી કુલ રૂપિયા233.23 કરોડ મંજુર થયેલા છે.

    કુલ 5.07 કરોડના રસ્તાઓના કામોને મંજુરીની મહોર લાગી

    જયારે પંચાયત હસ્તકના પ્રભાગના સાત વર્ષથી વધુ સમયના રીકાર્પેટ કરવાના થતા રસ્તાઓના કામોમાં રાણાવાવ તાલુકાના ખંભાળા એપ્રોચ રોડ(વી.આર.) 4 કીમી માટે 60 લાખ, કુતિયાણાના તાલુકાના મહોબતપરા એપ્રોચ રોડ જોઈનિંગ ટુ કુતિયાણા ખાગેશ્રી રોડ(નોન પ્લાન) 16.50 લાખ, કુતિયાણા હામદપરા હેલાબેલી ખુનપુર વાયા ઉભીધાર રોડ (નોન પ્લાન) 14 કીમી માટે 210 લાખ, કોટડા ઠોયાણા રોડ (નોન પ્લાન) 5.50 કીમી માટે 82.50 લાખ, વડાળા મેરવદરરોડ અપટુ ડીસ્ટ્ર્રીકીટ લીમીટ (નોન પ્લાન) 2 કીમી માટે 30 લાખ, રાણાવાવ તાલુકાના રાણાવડવાળા અણિયારી રોડ થી તુંબડતોડનેસપરા રોડ (નોન પ્લાન) 2.50 કીમી માટે 37.50 લાખ, હનુમાનગઢ થી ગંડીયાવારા નેસ રોડ(નોન પ્લાન)3.50 કીમી માટે 52.50 લાખ, તેમજ દીપડીયાપરા બિલેશ્વર રોડ (નોન પ્લાન) 1.20 કીમી માટે18 લાખ મળીને કુલ 5.07 કરોડના રસ્તાઓના કામોને મંજુરીની મહોર લાગી ગઈ છે અને તેના જોબ નંબર પણ આપવામાં આવેલા છે.

    પ્રજાએ આભારની લાગણી વ્યકત કરી

    આ કામ સબંધિત કાર્યપાલક ઈજનેરને જરૂરી આગળની પ્રક્રિયા હાથ ધરવા સુચનાઓ આપાઈ ગઈ છે. આ કુતિયાણાના મત વિસ્તરના ગામડાઓના વર્ષો જુના રસ્તાઓના રૂપિયા 7.40 કરોડના કામો કરાવવા બદલ જાગૃત ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની પ્રજાલક્ષી કામગીરીની નોંધ આ વિસ્તારની પ્રજાએ, સરપંચોએ લઇને બિરદાવી આભારની લાગણી વ્યકત કરી છે.

ABOUT THE AUTHOR

...view details