પોરબંદર: કોરોના મહામારી સામે લડી રહેલા રાજ્ય અને કેન્દ્ર સરકારને લોકો કોઇને કોઇ રીતે મદદરૂપ થઇ રહ્યાં છે, ત્યારે પોરબંદર શહેરના દિવ્યાંગ અને નિવૃત સરકારી કર્મચારી મગનભાઇ સાદિયા પણ સરકારને આર્થિક મદદ કરવા આગળ આવ્યાં છે.
પોરબંદરના નિવૃત દિવ્યાંગ મગનભાઇ સાદિયાએ પેન્શનની 30 ટકા રકમ PM ફંડમાં આપી - પોરબંદર ન્યૂઝ
કોરોના વાઇરસની માહામારીમાં સૈ કોઇ કોઇને કોઇ રીતે મદદ કરી રહ્યાં છે, ત્યારે પોરબંદરના નિવૃત દિવ્યાંગ કર્મચારી મગનભાઇ સાદિયાએ પેન્શનની 30 ટકા રકમ PM CARESમાં આપી હતી.
porbanadar
તેમણે પોતાના પેન્શનના 30 ટકા 5789ની રકમ પ્રધાનમંત્રી રાહતનિધિ (PM CARES)માં જમા કરાવી છે. આ તકે નિવાસી અધિક કલેક્ટર રાજેશ તન્નાએ ભારત સરકાર વતી મગનભાઇનો આભાર વ્યકત કર્યો હતો.
કોરોના મહામારી સામે લડી રહેલી સરકારને આર્થિક રીતે લોકો મદદ કરી રાહતનિધિમાં ફાળો આપે તેવી અપીલ કલેક્ટર ડી.એન.મોદી દ્વારા કરવામાં આવી છે.