- મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંતર્ગત સોંપાઈ કામગીરી
- પોરબંદર જિલ્લાના ગામડાઓ કોરોનામુક્ત રહે તે દિશામાં કાર્ય
- જિલ્લા કલેક્ટરે જનરલ નર્સિંગ સ્કૂલની મુલાકાત લીધી
પોરબંદર: કોરોના મહામારીને ધ્યાને લઇને સરકાર દ્વારા 1લી મેથી 15મે સુધી મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. કોરોના મહામારીથી લોકો જાગૃત થઈને સરકારના નીયમોનું પાલન કરે તે માટે ચાલુ કરેલા અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના અધિકારીઓને જુદા જુદા ગામો ફાળવીને ગામમાં કાર્યરત કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાની જાણકારી મેળવવા અને અધિકારીઓને ગામની મુલાકાત લેવા કાર્ય સોપણી કરવામા આવી છે.
આ પણ વાંચો:'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનમાં જોડાયું પોરબંદર જિલ્લાનું મોકર ગામ
જિલ્લાના ગામડાઓ કોરોનામુક્ત રહે તે દિશામાં કામગીરી
પોરબંદર જિલ્લામાં આ અભિયાનને સાર્થક બનાવવા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને જુદા જુદા ગામ ફાળવવમાં આવ્યા છે. જેમાં, તેઓ દ્વારા ગામમાં કાર્યરત કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇને કોવીડ સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધા તથા ખુટતી વસ્તુ, દવાઓ વગેરેની સ્થિતિની જાણકારી મેળવે છે. આ ઉપરાંત, ગામમાં જે લોકો પોઝિટિવ હોય કે કોરોનાના પ્રાથમિક લક્ષણો જેવા કે તાવ, શરદી કે ઉધરસવાળા લોકો હોમ આયસોલેટ હોય તેઓને ગામના કોવિડ કેર ખાતે આઇસોલેશન કરવામાં આવે છે.