પોરબંદરમાં ગ્રામ્ય રસ્તાના કામકાજથી લોકો પરેશાન - shimar
પોરબંદરઃ પોરબંદર તાલુકાના ભોમીયાવદર, સીમર અને રાણારોજીવાડા ગામ વચ્ચે આવેલો 9 કિ.મી રોડ ઘણા સમયથી મંજૂર કરવામાં આવ્યો હતો. જેનું કામ હાલમાં થઇ રહ્યું છે. પરંતુ આ રોડના કામમાં લોટ, પાણી અને લાકડા હોવાનું અહીંના સ્થાનિકોએ જણાવ્યું છે.
રાણારોજીવાડાના સ્થાનિક લખુભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આ રોડની બાજુ મજૂરો સફાઈ કામગીરી કરે છે પણ ધૂળ ત્યાંની ત્યાંજ રહે છે. આ ઉપરાંત કામ શરૂ કરવાનું હોય ત્યારે ડામરને ઓગાળીને રોડ પર તેની ધાર કરવામા આવે છે. તેમાં ઉપર રહેલી કાંકરીઓ ચોંટી જાય છે. પરંતુ આ કામમાં ડામરને બદલે L.D.Oનો છટકાવ કરવામા આવે છે અને સિલકોટ પણ મારવું જોઈએ તેને બદલે નજીવો ડામરનો ઉપયોગ થાય છે. આથી કામચલાઉ રીતે એક મહિના પૂરતો પણ રોડ ચાલશે નહીં. ચોમાસામાં તો રોડનું અસ્તિત્વ જ નહીં રહે. આ કામ નબળું થતું હોવાનું સ્થાનિકો એ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો.