- શાર્ક માછલી પ્રજાતિના બચ્ચાને બચાવવા WWF-India દ્વારા સંશોધન હાથ ધરાયું
- શાર્ક માછલી 450 મિલિયન વર્ષોથી વધુ સમયથી અસ્તીત્વ ધરાવે છે
- દરિયાઈ જીવસૃષ્ટિનું સંતુલન જાળવવા માટે શાર્ક માછલી એક બેલેન્સરની ભૂમિકા ભજવે છે
- ટ્રોલ નેટમાં આવતા બાયકેચમાં શાર્કના બચ્ચાં અટકાવવામાં પ્રોજેક્ટને સફળતા મળી
પોરબંદરઃ દેશની અગ્રણી સરક્ષણ સંસ્થા WWF-India કે જે છેલ્લા 50 વર્ષથી દેશનાં અલગ અલગ રાજ્યોમાં વિવિધ સંરક્ષણ પ્રોજેક્ટ ઉપર કાર્યરત છે, ત્યારે ગુજરાત રાજ્યના સૌથી મોટા બે બંદરો વેરાવળ તેમજ પોરબંદરમાં ટ્રોલ નેટમાં આવતા બાયકેચમાં શાર્ક પ્રજાતિના બચ્ચાને અટકાવવા શાર્ક પ્રોજેક્ટ ઉપર કાર્યરત છે. ત્યારે લુપ્ત થતી શાર્ક માછલી પ્રજાતિના બચ્ચાને બચાવવા WWF-Indiaના સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ દરિયા ખાતે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
લુપ્ત થતી શાર્ક માછલી પ્રજાતિના બચ્ચાને બચાવવા WWF-Indiaના સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ દરિયા ખાતે સંશોધન હાથ ધરાયું શાર્ક પ્રજાતિમાં થઇ રહ્યો છે દિવસેને દિવસે ઘટાડો
લુપ્ત થતી શાર્ક માછલી પ્રજાતિના બચ્ચાને બચાવવા WWF-Indiaના સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ દરિયા ખાતે સંશોધન હાથ ધરાયું નોર્થ વેસ્ટ કોસ્ટમાં શાર્કની જે નાની પ્રજાતી હતી જે હાલમાં જોવા મળતી નથી. જેનું મુખ્ય કારણ એ છે કે, તેમના રીસોર્સમાં દિવસેને દિવસે ધટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો 2017માં 38 પ્રજાતિ રેકોર્ડ થયેલી હતી. જેમાંથી ઘટીને છેલ્લા 2 વર્ષના સંશોધનમાં એટલે કે 2020 સુધીમાં 31 પ્રજાતિ જોવા મળી છે. જેના આધારે કહી શકાય કે, આ પ્રજાતિમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. તેથી આગળના દિવસોમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર ના બને અને ડાયનાસોરની જેમ આપણે શાર્કને પણ મ્યુઝિયમમાં નિહાળવી ના પડે તેથી WWF-India દ્વારા એક Bycatch Reduction Device develop કરવામાં આવ્યું છે. જે બાયકેચમાં આવતી શાર્ક પ્રજાતિના બચ્ચાને અટકવવામાં મદદ કરશે. જેનું સફળ પરીક્ષણ નવી બંદરના દરિયા ખાતે હાથ ધરવામાં આવ્યું હતું.
લુપ્ત થતી શાર્ક માછલી પ્રજાતિના બચ્ચાને બચાવવા WWF-Indiaના સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ દરિયા ખાતે સંશોધન હાથ ધરાયું હજુ અનેક સમસ્યાઓનું નિવારણ લાવવા થઈ રહી છે વિચારણા
લુપ્ત થતી શાર્ક માછલી પ્રજાતિના બચ્ચાને બચાવવા WWF-Indiaના સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ દરિયા ખાતે સંશોધન હાથ ધરાયું આવી હજુ ઘણી સમસ્યા છે જેમકે ઓવર ફિશિંગ, પૂરતો કેચના મળવો જેનો સામનો સમગ્ર માછીમાર સમાજ કરી રહ્યો છે, ત્યારે આ સમસ્યાનું પણ નિરાકરણ સંસોધનના માધ્યમથી કરવા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે તેમ આ પ્રોજેક્ટના સ્ટેટ ઓફિસર ધવલ જુંગીએ જણાવ્યું હતું.
લુપ્ત થતી શાર્ક માછલી પ્રજાતિના બચ્ચાને બચાવવા WWF-Indiaના સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ દરિયા ખાતે સંશોધન હાથ ધરાયું