ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા વિવિધ ઘટકો પર ઓનલાઇન અરજી કરવા અનુરોધ કરાયો

બાગાયત ખાતા દ્વારા વર્ષ 2020-21 માટે આઇ ખેડુત પોર્ટલ 12 ઓગસ્ટ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી સામાન્ય તેમજ અનુસુચીત જાતિ માટે ખુલ્લુ મુકવામાં આવેલા હોય પોરબંદર જિલ્લાનાં બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય ઘટકોમાં ઓનલાઇન www.ikhedut.gujarat.gov.in વેબ સાઇટ ઉપર અરજી કરવા અનુરોધ કરાયો છે.

Horticulture department
ઓનલાઇન અરજી કરવા અનુરોધ

By

Published : Sep 18, 2020, 10:12 PM IST

પોરબંદરઃ બાગાયતદાર ખેડૂતો ફળઝાડ વાવેતર, પાણીના ટાંકા, કાચા-પાકા માંડવા, શાકભાજી વાવેતર (અનુસુચીત જાતિ માટે), ફુલ પાક, ટીસ્યુ ખારેક વાવેતર, ગ્રીન-નેટ હાઉસ, પેકીંગ મટીરીયલ, વોટર સોલ્યુબલ ખાતર, મલ્ચીંગ, ફળ-શાકભાજી બગાડ અટકાવવા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના વિગેરે જેવા વિવિધ ઘટકોમાં 30 સપ્ટેમ્બર સુધી ખેડૂતો અરજી કરી તેની પ્રિંટ સાથે જરૂરી સાધનીક કાગળો 7-12, 8-અ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક (આધાર લીંક)ની નકલ વિગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ઓફીસ નં-20, જિલ્લા સેવાસદન-2, સાંદીપની રોડ, પોરબંદર ખાતે પહોંચવાતી કરવા જણાવાયું છે. વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરીનાં 028- 2222656 પર ફોન કરવા જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details