- 25 દિવસના લોકડાઉન બાદ આજે 9થી 3 સુધી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય
- રોજગારી મળતા લોકોને પણ આર્થિક સંકટમાં રાહત થશે
- નિયમના ચુસ્તપણે પાલન સાથે લોકોનો પણ મળ્યો સહકાર
પોરબંદર: હાલ રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમરેલીના પીપાવાવથી એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં 21 મેથી રાજ્યમાં આંશિક નિયંત્રણ હટાવવાની જાહેરાત કરી છે. જેથી આજે પોરબંદરના વેપારીઓમાં ખુશીનો માહોલ જણાવ્યો હતો. અને મહદ અંશે આર્થિક સંકટમાંથી વેપારીઓને રાહત મળી હતી.
નિયમોના પાલન સાથે વેપારીઓએ દુકાનો ખોલી
આ પણ વાંચો:વડોદરામાં આંશિક લોકડાઉનનો વેપારીઓ દ્વારા વિરોધ
સવારના 9થી બપોરે ત્રણ સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે
21 મેથી વેપાર-ધંધાની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સવારના 9થી બપોરે ત્રણ સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાત્રી કર્ફયુ ચાલુ રહેશે. ત્યારે પોરબંદરમાં પણ વેપારીઓએ આજે શુક્રવારે સવારે નવથી જ દુકાનો ખોલી દીધી હતી અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝરના ઉપયોગ સાથે તમામ કોરોનાની ગાઈડલાઈનનું ફરજીયાત પાલન કરી લોકોએ પણ માસ્ક પહેરીને વસ્તુ લેવા જવાનો આગ્રહ રાખવામાં આવશે. તેમ વેપારીઓએ જણાવ્યું હતું. તો અમુક વેપારીઓને આંશિક છૂટ આપવામાં આવી છે. તે બપોરે 3 કલાક સુધી છે જેમાં વધારો કરવાની માંગ અમુક વેપારીઓ એ કરી છે.જોકે આર્થિક સંકડામણ અનુભવતા નાના વેપારીઓ ને રાહત મળી છે.
આ પણ વાંચો:રાજ્યમાં આંશિક લોકડાઉન: આજથી બજારો સવારે 9થી 3 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લી