ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને 96.70 ટકા થયો - District Panchayat Health Department

ગુજરાતના પાંચ જિલ્લામાં રિકવરી રેટના આંકડામાં વધારો જોવા મળ્યો છે. જેમાં પોરબંદરનો પણ સમાવેશ થયો છે.પોરબંદર જિલ્લાનો કોરોના દર્દીઓનો રિકવરી રેટ 96.70 ટકા છે. જે પોરબંદરમાં આરોગ્ય વિભાગ અને તબીબી સ્ટાફ દ્વારા આપવામાં આવતી સારવાર અને લોકોના સહકારના કારણે વધ્યો છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં 839 કેસ અને 86ના મોત થયા છે.

porbndar news
porbndar news

By

Published : Nov 26, 2020, 10:37 PM IST

  • ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા પાંચ જિલ્લામાં પોરબંદરનો સમાવેશ
  • પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધુ 96.70 ટકા
  • સૌથી વધુ રિકવરી રેટ ધરાવતો જિલ્લો નવસારીમાં 98.40 ટકા

પોરબંદરઃ દિવસેને દિવસે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. પરંતુ ગુજરાતના પાંચ જિલ્લામાં આવેલા રિકવરી રેટના આંકડામાં વધારો જોવા મળ્યો છે. જેમાં પોરબંદરનો પણ સમાવેશ થયો છે. પોરબંદર જિલ્લાનો કોરોના દર્દીઓનો રિકવરી રેટ 96.70 ટકા છે. જે પોરબંદરમાં આરોગ્ય વિભાગ અને તબીબી સ્ટાફ દ્વારા આપવામાં આવતી સારવાર અને લોકોના સહકારના કારણે વધ્યો હોવાનું DDO વી .કે. અડવાણીએ જણાવ્યું હતું.

પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને 96.70 ટકા


600 જેટલા ટેસ્ટ એક દિવસમાં કરવામાં આવે છે

પોરબંદર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 અંગે ખાસ તકેદારીના પગલે અલગ-અલગ રિસ્પોન્સ ટીમ અને સર્વેલન્સમાટે અંદાજીત 150 જેટલી ટીમ સર્વેલન્સની કામગીરી કરી છે. ઉપરાંત 14 ધન્વંત્તરી રથ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સર્વેલન્સની સારવારની કામગીરી કરે છે. હાલ 600 જેટલા ટેસ્ટ એક દિવસમાં કરવામાં આવે છે. આથી પોરબંદર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વિવિધ કોમ્યુનિકેશન એડવોકેસી દ્વારા માહિતી તાત્કાલિક પહોંચાડવામાં આવે છે

આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને ઇવોલ્યુશન તાત્કાલિક ધોરણે ખડા પગે હેલ્થ વિભાગ, જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર સાથે પ્રિમેડિકલ પ્રિવેન્શન એટલે કે પ્રાઇમરી પ્રિવેન્શન એન્ડ પ્રિકોશન માટે સતત હાઉસ ટુ હાઉસ ઇન્ફર્મેશન એજ્યુકેશનલ કોમ્યુનિકેશન, ઇન્ટર પર્સનલ કોમ્યુનિકેશન, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન એડવોકેસી દ્વારા ફરજિયાત બધી જ માહિતી તાત્કાલિક પહોંચાડવામાં આવે છે. કઈ રીતે રોગ પ્રતિકારક શક્તિ વધે તથા નેબ્યુલાઇઝર અને સ્ટીમ બાથ દ્વારા વાયરસનું સંક્રમણ અટકાવવામાં આવે તેવા પ્રયાસો કરાઇ છે.

કોરોના સંક્રમણમાંથી મુક્ત થયેલ દર્દીઓએ આરોગ્ય વિભાગનો આભાર માન્યો

હોસ્પિટલમાં પેશન્ટના વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે. નોર્મલ હોય તેને કોરોનાના લક્ષણો ન હોય આથી તેને ઘરે સારવાર કરવામાં આવે છે અને જિલ્લા પંચાયતની ટીમ દ્વારા સતત સંપર્ક કરે છે. આ ઉપરાંત જો દર્દીને કોરોનાના લક્ષણો હોય તો કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી તુરંત સારવાર, દવા, ઇન્જેક્શન ઓક્સિજન ,ફિઝિયોથેરાપી ,આઈબીફલ્યુઇડ, દર્દીને રિફ્રેશન માટે મ્યુઝિક થેરાપી ઇન્ડોર ગેમ્સ વ્યવસ્થા તથા ઘર જેવું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ ઉપરાંત પૌષ્ટિક ખોરાક ચા-નાસ્તો ગરમ પાણી લીંબુ શરબત મેડિસિન નિયમિત આપવામાં આવી પેશન્ટ નોર્મલ થાય ત્યારબાદ રજા અપાઇ છે અને ત્યારબાદ 14 દિવસ સુધી ફોલોઅપ લેવાય છે. ત્યારે કોરોના સંક્રમણમાંથી મુક્ત થયેલા દર્દીઓએ આરોગ્ય વિભાગ તબીબી સ્ટાફનો આભાર માન્યો હતો. અને કોરોનાથી બચવા તકેદારી રાખવા લોકોને જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details