ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના રાણાવાવમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂનો જ્થ્થો ઝબ્બે કર્યો - Porbandar police

પોરબંદરમાં પોલીસ અધીક્ષક સાહેબ જે.સી.કોઠીયા સાહેબ દ્વારા જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ પર દારોડા પાડવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે રાણવાવ વિસ્તારમાં મળતી બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા ૨૫૫૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

porbandar
porbandar

By

Published : Mar 2, 2020, 4:05 AM IST

પોરબંદર: જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિને લઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધીક્ષક સાહેબ જે.સી.કોઠીયા સાહેબ દ્વારા ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડાઓ પર દારોડા પાડવામાં આવી રહ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે, રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ બાતમી મળી હતી કે, બારવણનેસમાં રહેતો બાલુ ચાવડા અમરદડના ખારામાં ઈંગ્લીશ દારૂ(IMFL)ની હેરાફેરી કરે છે. ત્યારબાદ પોલીસે માહિતીને આધારે પંચો સાથે રેઇડ કરી હતી. જેમાં બે આરોપી સાથે રૂપિયા ૨૫૫૬૦ના મુદ્દામાલ ઝડપાયો હતો.

ABOUT THE AUTHOR

...view details