ગુજરાત

gujarat

ETV Bharat / state

ફોરેસ્ટ ગાર્ડે મજૂર પરણિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ રાણાવાવ પોલીસ મથકે નોંધાઈ - Ranavav

પોરબંદર જિલ્લામાં આવેલા બરડા અભ્યારણમાં ફોરેસ્ટ ગાર્ડે મજૂર પરણિતા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે રાણાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવ પોલીસે આરોપી ફોરેસ્ટ ગાર્ડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Forest Guard for raped a married woman
Forest Guard for raped a married woman

By

Published : Sep 11, 2020, 10:17 PM IST

પોરબંદરઃ જિલ્લામાં આવેલા બરડા અભ્યારણના એક નેસ ખાતે વધુ એક ફોરેસ્ટ ગાર્ડ દ્વારા રોજમદાર મજૂર તરીકે કામ કરતી પરણિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશન મથકે નોંધાઈ છે. હાલ પોલીસે ફારેસ્ટ ગાર્ડને પકડવા તજવીજ હાથ ધરી છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથકે શુક્રવારના રોજ દેવભૂમિ દ્વારકાના ભાણવડ પાસે બરડામાં આવેલા એક નેસમાં રહેતી અને વન વિભાગમાં મજૂરી કરતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, બરડા અભ્યારણના નેસમાં આવેલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસમાં સાગર આહીર નામના ફોરેસ્ટ ગાર્ડે અવાર નવાર તેની સાથે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું.

ફોરેસ્ટ ગાર્ડે મજૂર પરણિતા સાથે વારંવાર દુસ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ રાણાવાવ પોલીસ મથકે નોંધાઈ

સાથે જ સાગરે ધમકી આપી હતી કે, જો આ વાત કોઈને કરીશ તો તને તથા તારા બાળકોને જાનથી મારી નાખીશ. આ વાત પરણીતાએ ડરના કારણે કોઈને જણાવી ન હતી. શનિવારના રોજ તેના પતિને વાત કરતા પરણિતા અને તેના પતિએ સાગર આહીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details