પોરબંદર: જિલ્લામાં ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા અપાયેલી સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI બી. એસ. ઝાલા તથા ASI એ.એસ.અગ્રાવત તથા સ્ટાફકર્મીઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
પોકેટકોપની મદદથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી રાણાવાવ પોલીસ - Psi b.s.zala porbandar police
રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI બી.એસ.ઝાલા તથા ASI એ. એસ.અગ્રાવતને મળેલી માહિતી મુજબ આદિત્યાણા ગામનો કિશોર સાજણ ગુરગુટીયા જે રાણાવાવ પોલીસ સ્ટેશન હેઠળ ગુન્હામાં ફરાર આરોપીને આદિત્યાણા ગામમાંથી ઝડપી પાડ્યો હતો.
પોકેટકોપની મદદથી ફરાર આરોપીને ઝડપી પાડતી રાણાવાવ પોલીસ
પોકેટકોપની મદદથી તપાસ કરતા આરોપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન એક્ટ કલમ 66 (1)બી, 65 ઈ, 81, 98(2) મુજબના ગુન્હાના ફરાર આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.